________________
૧૪૧
બિન્દુ માત્ર જ છે. અનંતજ્ઞાની પુરૂષએ કુદરતને પ્રત્યક્ષ જાણું છે. સારાંશ –તેને ઉપદેશ જ પ્રાણીમાત્રને સનાતન શારણરૂપ છે, તેનાથી વિમુખ રહી વ્યામોહમાં પડે છે, તે સાચે રાહ ચૂકે છે. જે ગ્ય. અને ન્યાયસર નથી.”
ગાથા ૮ થી ૧૪
વનસ્પતિકાય વનસ્પતિમાં-૧ પ્રત્યેક વનસ્પતિકાય પણ ૧૨ પ્રકારે હોય છે.
૧ વૃક્ષ-આંબા, વડ વિગેરે. ૨ ગુચ્છ–કપાસ, તુલસી, મરચી વગેરે. ૩ ગુલ્મ-નગોડ, મેગરા વગેરે ફૂલઝાડ. ૪ લતા-પુનાગ, અશેક, ચંપક, અતિમુક્ત, મચકુંદ વગેરે
પુષ્પોના નિરાશ્રિત વેલા. ૫ વદ્વિ–કેળું, કારેલા, કાકડી, તુંબડી વગેરેના વેલા. ૬ પર્વગા–ગાંઠે વાવવાથી ઉગે તે શેરડી, વાંસ, સુગંધી
વાળ, સેવંતી વગેરે. ૭ તૃણુ-ડાભ, ધ્રો, વગેરે ઘાસ. ૮ વલય–કેવડે, કેળ, સેપારી, નાળીએરી, ખજુરી, તમાલ.
વગેરે વળીયાવાળા ઝાડો. ૯ હરિત-શાક, ભાજી. ૧૦ ઔષધિ–ડાંગર, ઘઉં, જવ, બાજરી વગેરે.
૧૧ જલહ-કમળ, શેવાળ, (આ સાધારણ વનસ્પતિકાય છે, પરંતુ જલસહના દૃષ્ટાંત તરીકે અહીં આપેલ છે.) વગેરે પાણીમાં થતી અનેક પ્રકારની વનસ્પતિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org