________________
હેય છે. ખ્યાલ રાખો કે-અંગુળના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત ભેદ પડે છે. હજાર યોજન ઊંડા ખાડામાં ઉડેલી પાર નાળને ડેડ બહાર દેખાય, તેટલી અધિકતા સમજવી.
પ્રત્યેક વનસ્પતિકાયની હજાર યોજનથી અધિક ઉંચાઈ કહી છે, ને સમુદ્રાદિકમાં તેથી વધારે ઉંચાઈનાં લક્ષ્મીદેવી વગેરેનાં કમળો હેવાનું શાસ્ત્રમાં વર્ણન આવે છે, તે વનસ્પતિ સ્વરૂપે પૃથ્વીકાયના આકારે સમજવા. " * " સૂક્ષ્મ શરીરે ઘણું એકત્ર થવા છતાં દેખી શકાય છે. એક લીલા આંબળા પ્રમાણે પૃથ્વીકાયમાં રહેલ જીવો સરસવ જેવડું શરીર . કરે, તે તે જબૂદીપમાં ન સમાઈ શકે. તે જ પ્રમાણે–પાણુંના એક બિંદુમાં રહેલા છ પારેવા જેવડું શરીર કરે, તો જંબૂપમાં ન સમાઈ શકે. એટલા બધા એક બિંદુમાં જીવાત્માઓ હોય છે. ઈત્યાદિ
ગાથા ૨૮ ઉંચાઈ શબ્દથી અહીં લંબાઈ સમજવી જૈન શાસ્ત્રમાં એક વાત એવી આવે છે. કે-અઢી દ્વીપમાં પણ બાર ગાઉના પ્રમાણમાં બેઇન્દ્રિય અલસ જીવ ચક્રવર્તિના સૈન્યના પડાવના દબાણથી મરી જાય, તો તે સૌન્ય એક મોટા ખાડામાં જઈ પડે છે. સામાન્ય રીતે અઢી દ્વીપની બહારના બેઈન્દ્રિય જીવોની અવગાહના કરતાં અઢી દ્વીપમાં રહેલાની બહુ ઓછી હોય છે.
ગાથા ૨૯ સાત નારકમાં ઓગણપચ્ચાસ પ્રતિરો છે. દરેક પ્રતરવાર નારકોની ઉંચાઈ મેટી સંગ્રહણી વગેરે વગેરે ગ્રંથોમાં બતાવેલ્સ છે. તે ત્યાંથી સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org