________________
એક ઝાડની અપેક્ષાએ સંખ્યાતા, અસંખ્યાતા અને કઈ ભાગ અનં. તકાય હોય છે. તેથી તે અનંત જીવોના સમૂહવાળું પણ ગણાય છે.
૨૦. વનસ્પતિ ચોમાસામાં સારી રીતે આહાર કરે છે. ઉનાળામાં મધ્યમ અને હેમંતથી થોડો થોડે કરતાં વસંતમાં થેડે આહાર કરે છે. ઉનાળામાં કેટલાક ઝાડે સુંદર દેખાય છે, તેનું કારણ ઉષ્ણ ચોનિવાળા છે તેમાં આવીને વધારે ઉપજે છે, એક ઝાડ ઘણા જીવનો એક મોટો ખંડ સમજ. અને એક એક ફળ એક એક મોટું ગામ સમજવું. ફળમાં પણ ભાગ હોય છે, તે શેરીઓ અને મહેલા સમજી શકાય.
૨૧. વનસ્પતિ જીના શરીરની વિવિધ રચના–વનસ્પતિનો અભ્યાસ બહુ જ રસ પડે તેવો વિષય છે. જગતમાં અનેક પ્રકારની વનસ્પતિ થાય છે, કેઈકના મૂળમાં સૂરણ વગેરેની જેમ વિકાસ થયો હોય છે. કેળ વગેરેના પાંદડામાં વિકાસ થયો હોય છે, કેળમાં તો થડ પણ પાંદડાંઓનું બનેલું હોય છે. જ્યારે આંબલીનાં પાંદડાં બારીક હોય છે, પણ તેનું લાકડું મજબૂત હોય છે. સાગ વગેરેના થડમાં વિકાસ થયો હોય છે, પણ આકડાનું થડ નબળું હોય છે. કેઈ–વડ, ડાંડલીઓ થેર, ખીજડે વગેરેમાં ડાળીઓમાં વિકાસ થયો હોય છે. ત્યારે કેટલાક શેરડી, વાંસ વગેરે સીધા થડરૂપે જ હોય છે. તરબૂચ, તુંબડી વગેરેના ફળમાં વિકાસ થયો હેય છે. કમળકાકડી વગેરેને બીજ મોટા હોય છે. ખારેક વગેરેના હળીઆ મેટા હોય છે. કેઈના ફળ નાના હોય છે, તે કોઈ કમળ વિગેરેના ફૂલ મોટા હોય છે. આંબા વિગેરેના મીઠા અને કિં પાક વિગેરેના ઝેરી હોય છે. વલ્કલ વિગેરેમાં છાલનો વિકાસ થાય છે. ત્યારે નાળીયેરી વિગેરે કેટલાક ઝાડની છાલ ઉતરે જ નહીં, એમ કોઈમાં જુદા જુદા ગંધ રંગ, સ્વાદ, સ્પર્શ હોય છે. જેમ લજજાળુ શરમાય છે. તેમ કોઈ કોઈ હિંસક પણ હોય છે; લેભી, કામ, ક્રોધી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org