________________
૧૫૪ બહાર કાઢવાને અગાઉ એ વિધિ હતું કે-એક માણસ કુમારિકાને ઘેડા ઉપર બેસાડીને તેનું મોટું પારાના કુવામાં દેખાડીને નાસી જાય એટલે પારો મૈથુન સંજ્ઞાથી ઉછળીને આજુબાજુ ફેલાઈ જાય. પારાની આ મૈથુન સંશા પારે સચેતન હવાની સાબિતી છે.
આ પ્રમાણે પૃથ્વી વિગેરે જીવે છે. અને જેમ–મુંગે, બહેરે, આંધળો માણસ દુઃખી થવા છતાં દુઃખ જાહેર કરી શકતા નથી. તે પ્રમાણે આ જીવોને દુઃખ થાય છે, છતાં તેઓ તે જાહેર કરી શકતા નથી, માટે તેઓના ઉપર પણ દયા રાખવી, કેમ કે-તેઓ પણ જીવે છે. જીવનાં સ્થાને –
પાંચેય સૂક્ષ્મ સ્થાવર ચૌદેય રાજલક વ્યાપી હોય છે, પરંતુ બાદર એકેન્દ્રિય છે અને પંચેન્દ્રિય જીવો ત્રણેય લેકમાં હોય છે, અને વિલેન્દ્રિય તે માત્ર તિછલેકમાં જ હોય છે. બાદર-પૃથ્વી અપુ અને વનસ્પતિકાય બાર દેવલોક અને સાત નારક પૃથ્વીઓમાં પણું હોય છે. તેઉકાય તિલકમાં અને તે મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, વાયુ આખા લેકમાં હોય છે.
દેવલોકની વાતોમાં મસ્યાદિ જળચર જીવો નથી, પરંતુ તે આકારને દેવો હોય છે. ગ્રેવેયક વિગેરેમાં તે વાવ નથી, એટલે ત્યાં મતસ્યાદિ જળચર જીવો નથી. સૂક્ષ્મ જીવોની હિંસા વિષે--
મૂક્ષ્મ જીવ લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છતાં, જેમ-પાણીને એમ ને એમ રહેવા દઈને ચાળણી ચાલી જાય છે, તેમ સૂક્ષ્મ જીવોને કાંઈ પણ દુઃખ આપ્યા વિના આપણા શરીરે ચાલ્યા જાય છે, એટલે આપણે કોઈ પણ પ્રવૃત્તિથી તેઓની હિંસા થતી નથી. પરંતુ કોઈ જીવની-મનથી કલ્પના કરીને–“આ છો શા માટે અહીં ભય હશે? માટે મારે એને ” એમ માનસિક હિંસા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org