________________
૧૩૯
હોય છે. એ સિદ્ધાંતથી ચોમાસામાં જોસથી ફૂંકાતા પવનમાં પણ વિજળી ઝબુકી શકે છે. તેનું કારણ વિજળીનો જથ્થો જ તીવ્ર હોય છે. જેથી જેરથી ફેંકાતે વાયુ તેને નાબુદ કરી શકતો નથી. તેમજ તેને જોઈએ તેવી જાતને પવન હોય છે. એટલે તેને ઉત્પન્ન થવામાં વાંધો આવતો નથી. અર્થાત્ વિજળી એ શુદ્ધ ઘણે તીવ્ર, અગ્નિ છે. તેની તીવ્રતા અને તેની શુદ્ધિ અમુક જ જાતના પવનને સહન કરી શકે છે. બળવાન કરતાં બુદ્ધિશાળી માણસ વધારે તીવ્ર હોય છે, છતાં તેને શરીરબળવાળો સામાન્ય માણસ દબાવી શકે છે, પરંતુ તેની તીવ્રતાને દબાવી ન શકે. તે જ પ્રમાણે વિજળીમાં પણ કેમ ન બને ?
ચોમાસામાં ઝબકતી વિજળી જે બરાબર પકડી લેવામાં આવે તે તેનાથી આખી દુનિયામાં વરસના વરસો સુધી દીવા બાળી શકાય, તેટલે તેજપુંજને જ તેમાં હોય છે. અને તેને એક સૂક્ષ્મ કણ તેલની મશાલ કરતાં પણ વધારે તીવ્ર હોય છે, અર્થાત તે શુદ્ધ તેજસ્વી પરમાણુઓના પરિણામવાળો હોય છે એટલે થોડો હોય તો પણ પ્રકાશ ઘણે આપી શકે છે. વિજળીના દીવામાં એ વિદ્યુત તેજ:કણને અલ્પ જથ્થ સ્થૂલ પવનને કેમ સહન કરી શકે? માટે લેબમાંથી ઘાટો પવન કાઢી લેવો પડે છે. પરંતુ પાતળો પવન તે કાઢી શકાતો નથી. માટે પાતળા પવનના આધાર ઉપર તે જીવે છે.
જૈન શાસ્ત્રોમાં બાળ ને સમજવાને કેટલાક સ્થૂલ બુદ્ધિ. ગ્રાહ્ય તને સમજાવ્યા છે, અને ભેદ વગેરે પણ તેવા જ પાઠવ્યા હોય છે. કેમકે-જૈનશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર પણ છે. પરંતુ જેમ જેમ ઊંડે જઈએ, તેમ તેમ એ તો અને ભેદથી પર કેઈ જુદી જ વસ્તુઓનું પણ સ્વરૂપ ભાસે છે, કેમકે–તે સૂક્ષ્મશાસ્ત્ર છે-નિશ્ચયશાસ્ત્ર પણ છે. એટલે સ્થૂલ વિચાર અને સૂક્ષમ વિચારઃ બન્નેય તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org