________________
૧૮
હવે ગ્લેબમાંથી પવન ખેંચી લેવા છતાં વિજળીને દીવો કેમ બળે છે? તેનું કારણ એ છે કે–સ્થૂલ પવન ખેંચી લેવો પડે છે, કે જે વિજળીના દીવાથી સહન થઈ શકે તેવું નથી, પણ પાતળો પવન બાકી રહી જાય છે, કે જે વિજળીના દીવાને જીવાડે છે, જ્વાળા, દી, તેલને દીવ, ઘાસલેટને દીવો વગેરેના અગ્નિમાં જેમ ફરક હોય છે, જેમ કેલસા, પથરીયા કોલસા, છાણા, ઘાસ વગેરેના અગ્નિમાં ફરક હોય છે, તેમ વિજળીના દીવાને અગ્નિ પણ જુદી જાતને હોય છે. અને ઘણો સપષ્ટ, શુદ્ધ તથા તીવ્ર હોય છે, એટલે કે તે અગ્નિ જીવોમાં ઊંચી જાતને અગ્નિ હોય છે રાજકુટુંબ જેવો તે હોય છે. એટલે ઘાટા પવનને તે સહન કરી શકતા નથી. સુખમાં ઉછરેલે શેઠને છોકરે મજુરની માફક તડકે સહન ન કરી શકે, તેમ તે, અગ્નિ આકરો પવન સહન કરી શકતો નથી.
પાતળો પવન ખેંચવાની મશીનમાં તાકાત નથી હોતી, એટલે પાતળો પવન તે ખેંચી શકતું નથી. માટે ગ્લેબમાં પાતળ પવન હોય છે કે જે વિજળીના દીવાને માટે પુરતો અને જરૂરી હોય છે. જૈન શાસ્ત્રમાં ઘનવાન અને તનુવાત એટલે ઘાટો વાયુ અને પાતળા વાયુઃ એ બે પ્રકારના વાયુ ગણાવ્યા છે. છતાં તે બન્નેના પરિણામોની વિચિત્રતાને લીધે અસંખ્ય ભેદ પડી જાય છે. તેમાંના પાતળા વાયુના અસંખ્ય ભેદોમાંનો કોઈપણ પાતળે વાયુ ગ્લેબમાં રહે જ છે, કે જેના બળથી વિજળાને દીવો બળે છે. માટે તે સચિત્ત છે, અને તેની ઉજજેહીની યતના રાખવી, એ જેન વ્રતધારીની ફરજ સમજાય છે.
વિજળી એ ઘણે જ તીવ્ર અગ્નિ છે. શેડો છતાં તે ઘણે જ આકરો હોય છે. લેઢાના પાનાનું ભાલું હાથીને વશ કરી લે. ઈમીટેશન ( નકલી) હીરાનો અને ખરા હીરાને ચળકાટ સરખે લાગે. છતાં બન્નેની શક્તિમાં ફરક હોય છે. જગતમાં એવી ઘણી વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org