________________
૧૩૬ જ હોય, એમ કહેવા અમે ઇચ્છતા નથી. કારણ કે–આકાશી વીજળી સચિત્ત. અને તેથી શાસ્ત્રમાં અગ્નિકાયના ભેદમાં વિજળી ગણાવી છે, તે બરાબર છે. પરંતુ હાલની વિજળીની શોધ શાસ્ત્રો રચાયા પછીની છે, અને તેને અચિત્ત કે સચિત્ત તરીકે ઉલ્લેખ શાસ્ત્રોમાં ન હોય, તે સ્વાભાવિક છે. તેથી શાસ્ત્રોમાં અનુલેખિત બાબતોને પણ શાસ્ત્રલીથી જેમ ઘટે તેમ યથાતથ્ય સમજી લેવાને શાસ્ત્રકારોને આદેશ જ હોય છે. એટલે પવન વગર સળગતી વીજળી અચિત્ત છે. અને તેની ઉજજેહી (-ઉદ્યોત) સાધુ મુનિરાજ કે સામાયિકમાં રહેલા શ્રાવક ઉપર પડે, તે તેમાં ખાસ દેષ જણાતો નથી.
કદાચ કોઈ તેના ઉsણ સ્પર્શને લીધે તેને સચિત્ત કહે તો તે યોગ્ય નથી. કેમ કે-“ઉષ્ણુતા હોય ત્યાં સચિત્ત હેય” એ યોગ્ય નથી. જે તેમ માનીયે, તે ગરમ કરેલું દૂધ, ગરમ દાળ, શાક, વિગેરે ગરમ રસોઈ, કે ગરમ પાણીનો ઉપયોગ સાધુ મુનિરાજાઓ જે કરી શકે છે, તે કરી શકે નહીં. પેટ ઉપર ગરમપાણની કથળી અને ગરમ ઇંટ વિગેરેથી શેક પણ કરી શકે નહીં. માટે ગરમી, ઉતા જ્યાં હોય ત્યાં સચિત્તતા એ નિયમ બરાબર નથી. તેથી દીવાની વિજળી ગરમ અને દાહક હોય, એટલા ઉપરથી તે સચિત છે એમ કહી શકાય નહીં.
સંચાથી ઉત્પન્ન કરીને દીવા કરવામાં વપરાતી હાલની વિજળીને અચિત્ત માનવાની દલીલો ઉપર પ્રમાણે કરે છે તે ગ્ય નથી.
હ–હાલના દીવાની વિજળીને સચિત્ત માનવાની નીચેની દલીલે. ખાસ ધ્યાનમાં લેવા જેવી છે –“હાલના દીવાની વિજળી પણ સચિત્ત હેવામાં વાંધો જણાતો નથી. એટલે કે તે સચિત્ત જ છે. કારણ કે ઉષ્ણ સ્પર્શ યુક્ત વાળાને અચિત્ત માની શકાય નહીં. અને તેવું કોઈ અગ્નિ સિવાય બીજું દૃષ્ટાંત જગતમાં મળશે જ નહીં. કે-જે ઉષ્ણુ સ્પર્શ યુક્ત હેય, અને સાથે જવાળારૂપે હોવા સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org