________________
૧૩૭ અચિત હોય. જવાળા સચિત્ત હેવાનું દષ્ટાંત છે. વિજળી દીવો પણ જવાળા સ્વરૂપ છે, એ તે સ્પષ્ટ જ છે.
વાત રહી પવન કાઢી લેવાની અને તેના અભાવમાં સળવાની. આ પ્રશ્નનો જવાબ પણ બહુ જ સહજ છે.
જેમ પૃથ્વીકાય છે અનેક પ્રકારના છે. જમીનમાંથી અનેક પ્રકારની વિચિત્ર વિચિત્ર ધાતુઓ મળી આવે છે. તેમ વાયુ અને અગ્નિ જીવો પણ અનેક પ્રકારના હોય છે.
પવન વિના અગ્નિકાય જીવ જ નહીં, એ વાત ખરી, પણ જેવો અગ્નિકાય જીવ, તેને પવન પણ તેવો જોઈએ, અગ્નિ જીવની શક્તિ કરતાં પવન વધારે હોય, તે પણ તે મૃત્યુ પામે. માટે અગ્નિ જીવની શક્તિના પ્રમાણમાં પવન જોઈએ. તેના કરતાં ઓછે પવન હોય, તો પણ તે જીવી ન શકે. દાખલા તરીકે—કઈ પણ દીવાને વધારે પવનને ઝપાટો લાગે કે ઓલવાઈ જાય છે. ત્યારે લાકડાને ભડકો વધુ સળગે છે, પવને કાઢી લીધેલી પેટીમાં દી ઠરી જાય છે, પણ પવન ન કાઢી લીધે હોય છતાં એક બંધ ઓરડીમાં ઘણું માણસને પૂર્યા હોય, તો પણ મરી જાય છે કારણ કે–પવન કાઢી ન લીધો હોવા છતાં જોઈતા પ્રમાણમાં પવન નથી હોતે, તેથી માણસે મરી જાય છે. પવન કાઢી લીધેલી પેટીમાં દીવો ઠરી જાય છે, તેનું કારણ ત્યાં પવનનો અભાવ છે, એમ નથી. પરંતુ દીવાને એટલે અને જે પવન જોઈએ છે. તેવો પવન તેમાં ન હોવાથી તેને ઠરી જવું પડે છે.
પેટીમાંથી પવન ખેંચી લેવાય છે ખરે, પણ તે સ્થૂલ પવન ખેંચાય છે. બહુ જ પાતળ પવન એ હોય છે, કે જે ખેંચવાના યંત્રથી પણ અગોચર છે; એવો પવન તે ત્યાં રહે જ છે પણ તે પવન પેટીમાં મૂકેલા સાદા દીવાને સળગવાને પૂરતો ન હોવાથી તેને ઠરી જવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org