________________
ક;
પાંચમી આવૃતિ વેળાએ
પ્રસ્તુત પુસ્તકની ૫ આવૃત્તિ દ્વારા કુલ ૧૯ હજાર જેટલી નકલો જોતજોતામાં ખપી ગઈ. છતાં ચારે બાજુથી આ પુસ્તકની પુષ્કળ માંગ ચાલુ જ હતી. જેથી ૬ઠ્ઠી આવૃત્તિની એક હજાર નકલો પ્રગટ કરતાં અમો અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.
પ્રસ્તુત પુસ્તકનો અંગ્રેજી અનુવાદ “Miracles of Mahamantra Navkar" 431 34HURL તરફથી પ્રકાશિત કરવામાં આવેલ છે. અંગ્રેજી માધ્યમથી ભણતા વિદ્યાર્થીઓ માટે તેમજ પરદેશમાં વસતા સાધર્મિકો માટે આ પુસ્તકખૂબ ઉપયોગી થાય તેમ છે. તેથી સુજ્ઞ પાઠકોને વિનંતી કે અંગ્રેજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં વેળાસર ખરીદી લઈ ને આપના સ્વજનોને પરદેશમાં મોકલી આપશો.
વધતી જતી મોંઘવારીને લીધે તથા બુકસેલરો વિગેરેને કમીશન આપવાનું હોઇ પુસ્તકની કિંમત ૧૬૦ રૂ. રાખવાની અમને ફરજ પડી છે.
પ્રસ્તુત પુસ્તકનું રીપ્રિન્ટ કરવામાદિપાલી ગ્રાફિક્સ વાળા શ્રી પ્રવીણભાઈ તથા જેઠાલાલ કે. સાવલા ગામ બાડાવાલા નો સુંદર સહયોગ સાંપડયો છે તે બદલ તેમને ધન્યવાદ. કવર પૃષ્ઠની ડીઝાઈન તથા પ્રીન્ટીંગ વૈભવ એન્ટરપ્રાઇઝવાલા રાજુભાઈ મહેતા એ કરાવી આપેલ છે તેથી તેમને પણ ધન્યવાદ.
પ્રેસદોષથી થયેલ ક્ષતિઓનું પરિમાર્જન કરીને વાંચન કરવા સુજ્ઞ પાઠકોને વિનંતિ.
પ્રસ્તુત પ્રકાશન દ્વારા વધુ ને વધુ જીવો નવકાર મહામંત્રની શ્રધ્ધાપૂર્વક સમ્યફ આરાધના કરીને પંચ પરમેષ્ઠી પદમાં સ્થાન પામીને શીધ્ર મુક્તિગામી બનો એ જ શુભાભિલાષા.
-પ્રકાશક