Book Title: Jain Tarkabhasha Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ અવક્તવ્યનામક ભંગનો નિવેશ કરાયો છે. આમ નય જૈનદર્શનનું પ્રધાન લક્ષણ છે. સાત નયોની આવી અદ્ભુત વ્યવસ્થા અન્યત્ર દુર્લભ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે સાતે નયોનું સુંદર વિવેચન કર્યું છે. નયોનું સ્પષ્ટીકરણ પ્રાચીન અનેક ગ્રન્થોમાં ઉપલબ્ધ છે. સૂત્રકૃતાંગસૂત્ર, સ્થાનાંગસૂત્ર, ભગવતીસૂત્ર, આદિ અંગસૂત્રો ઉપરાંત અનુયોગદ્વાર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, ન્યાયાવતાર, સ્યાદ્વાદમંજરી, દ્વાદશાનિયચક્ર, પ્રવચનસારોદ્ધાર. શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સંમતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર, તેનું ભાષ્ય તથા અનેક વૃત્તિઓ, અનેકાંતજયપતાકા, અનેકાંતવાદપ્રવેશ, રત્નાકરઅવતારિકા, પ્રમાણનય-તત્ત્વાલકાલંકાર, નયકર્ણિકા વગેરે સંખ્યાબંધ ગ્રન્થોમાં આ વિષયની છણાવટ થઈ છે. આ તો શ્વેતાંબરીય શાસ્ત્રોની વાત થઈ, દિગંબરીય અનેક ગ્રન્થોમાં પણ નયોનું વિવેચન ઉપલબ્ધ છે. અનેક પ્રાચીન ગ્રન્થો હોવા છતાં પણ પ્રસ્તુત ગ્રન્થકારે નવ્યશૈલીમાં નવિષયક અનેક ગ્રન્થોની રચના કરી છે. નયપ્રદીપ એ પ્રાથમિક જિજ્ઞાસુઓને નવિષયક જાણકારી આપતો ગ્રન્થ છે. તેના કરતા કંઈક અધિક જિજ્ઞાસાવાળાઓ માટે પ્રસ્તુત ગ્રન્થનો નયપરિચ્છેદ પર્યાપ્ત છે. આના કરતા પણ અધિકઅધિકતર જિજ્ઞાસાવાળા માટે ન રહસ્ય, અનેકાન્તવ્યવસ્થા, તત્ત્વાર્થના ૧લા અધ્યાયની ટીકા, નયોપદેશ વગેરે ગ્રન્થો ઉપલબ્ધ છે. નયપરિચ્છેદમાં ગ્રન્થકારે નવિષયક પર્યાપ્ત વિવેચન પૂરું પાડ્યું છે. નિક્ષેપ જેવા આગમિક પ્રમેયનું દાર્શનિક પ્રમેય જેવું રોચક અને તર્કપુરસ્સર નિરૂપણ એ કદાય પ્રસ્તુત ગ્રન્થકારની એક વિરલ ભેટ કહેવાય. ટૂંકમાં, આગમિક અને દાર્શનિક પ્રમેયોનો સુભગ સમન્વય સાધીને આપણી સમક્ષ પધારેલો ગ્રન્થરાજ છે જૈનત/ભાષા. | વિવરણ વિશે કંઈક - મહોપાધ્યાયજીનો ગ્રન્થ, અને વિવરણ હું લખું ! અસંભવ ! પણ ભકતામર સ્તોત્રની છઠી ગાથાએ મને ચાનક લગાડી અને પૂજયોની કૃપાના પ્રભાવે જે લખાયું તે પ્રગટ થાય છે. સળંગ ટીકા પણ નહીં અને વિષમપદટિપ્પણ પણ નહીં એવું આ વિવરણ છે. કેટલેક સ્થળે અન્યાન્ય ગ્રન્થોના સંદર્ભોના આધારે કંઈક “નનુ'... “ન ..' કર્યું છે, ક્યાંક તારવણીઓ કાઢી છે, ક્યાંક મૂલસ્થ પંક્તિનો વિસ્તાર કર્યો છે. શ્રીવિશેષાવશ્યકભાષ્ય (મલધારી વૃત્તિ), શ્રીવાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતત્તાલોકાલંકાર સ્વોપજ્ઞ વૃત્તિ (સ્યાદ્વાદ રત્નાકર), કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા, શ્રીસિદ્ધસેન-દિવાકરસૂરિકૃત ન્યાયાવતાર (વૃત્તિ), મહો. કૃત ન રહસ્ય વગેરે મુખ્ય આધાર બન્યા. આ ગ્રન્થોએ અહીં સાચા કલ્યાણમિત્રની ગરજ સારી છે. સ્વકીય સ્વાધ્યાય, અર્થધારણા એ વિવરણ પાછળનું એક અગત્યનું કારણ છે. (વજીરનત્તર પ્રયોગમેતતુ I) ગ્રન્થની પંક્તિઓ અને તેના પ્રતિપાદ્ય પ્રમેયોને સ્પષ્ટ રીતે સમજવામાં સરળતા કરી આપવામાં અધ્યેતાઓને આ વિવરણ લેશતઃ પણ સહાય કરે એ પણ ભાવના ખરી. (શ્રોતુનત્તર પ્રયોગનનેતન્ ) પ્રસ્તુત ગ્રન્થ ઉપર પૂ.આ.શ્રી & લાવણ્યસૂરિકૃત ટીકા (રત્નપ્રભાવૃત્તિ) રચાયેલી છે. તદુપરાંત, પં. સુખલાલે પ્રસ્તુત ગ્રન્થના છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 276