Book Title: Jain Ramayan Part 02
Author(s): Ramchandrasuri, Shreyansprabhsuri
Publisher: Smrutimandir Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ નામ सर्ग ૧-૨-૩ ૪ ૫-૬ ૭-૮/૧ ૮/૨ 4 5 6 છે રાક્ષસવંશ અને વાનરવંશ. રામ-લક્ષ્મણને સીતા સીતા અપહરણ લંકાવિજય ઓશીયાળી અયોધ્યા સીતાને કલંક રામ નિર્વાણ ૯-૧૦ -- આ મુખ્ય વિષયોને સુચવનારા નામાભિધાન છે. ઠેર-ઠેર અવાંતર વિષયોપ્રસંગો અને સાંપ્રત સમસ્યાઓના પ્રત્યાઘાતોમાં પ્રવચનકારમહર્ષિનું હદય વાંચવા મળે છે. ભાગ-૨ ‘જૈન રામાયણ : રજોહરણની ખાણ' ગ્રન્થના ૭ ભાગમાં, નવસો વર્ષના કાળપટમાં સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીની રચના અને સમર્થ પ્રવચનકાર મહર્ષિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદશ્રીની વિવેચના કથાનુયોગના માધ્યમથી જૈનશાસનના ગંભીર ભાવો આપણા સુધી પહોંચાડે છે. ‘રામ લક્ષ્મણ ને સીતા’ નામે આ બીજા ભાગમાં શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીની ઉત્પત્તિ અને વનગમન એ ત્રિષષ્ઠિપર્વનો ચોથો સર્ગ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રભાવવંતા શ્રી વજબાહુ અને ઉદયસુંદર નામના સાળાબનેવીના રોમાંચક પ્રસંગથી પ્રારંભાય છે. સારા કુળોની ખાનદાની અને વર્તમાનની ભયંકર પરિસ્થિતિને રજૂ કરતું વિવેચન હદયને હચમચાવી મૂકે તેવું છે. રઘુકુળમાં પૂર્વજ-પરંપરાથી ચાલી આવતી રાજનીતિ અને વૈરાગ્ય પરિણતીનો મળતો પરિચય આપણી પામરતાને પડકારે તેવો છે. શ્રી કીર્તિધવલ રાજર્ષિ અને સુકોશલ મુનિનું દૃષ્ટાંત અને સ્વાર્થી સંસારના નગ્ન ચિત્રને પ્રગટ કરતી સહદેવીની વાત પણ હૃદયના તારને ઝણઝણાવી જાય તેવી છે. કેવો છે આ સંસાર ! - રાજા સોદાસના પ્રસંગ દ્વારા રસનાની ભયંકરતા બતાવવા ‘પુંડરિકકંડરિક' ની કહેવાયેલી કથા વિચારકોને વૈરાગ્યના પંથે ચઢાવી દે તેવી છે. આમ, શ્રી રામચન્દ્રજીના પૂર્વજોનું વર્ણન કરતાં-કરતાં બાળ દશરથને રાજા બનાવી શ્રી અનરણ્યરાજાની દીક્ષા અને મોક્ષ : મોહમસ્ત બિભિષણનો તરવરાટ : ગંભીર મત્રીઓના પ્રભાવે શ્રી દશરથની રક્ષા : રાજગૃહીમાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 358