________________
પદ્મવિજય
[૪૮] જૈન ગૂર્જર કવિઓ : . તેની સાથે સિદ્ધાચળ ગયા. સં.૧૮૩૮ અને ૧૮૩૯માં લીંબડી ચોમાસાં કર્યા. અહીંથી વિસનગર અને સં.૧૮૪૩માં રાધનપુરમાં માસું કર્યું. ત્યાંથી વિરમગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી. તે જ વર્ષના જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીએ ગેડીજીની યાત્રા માટે કાઢેલા સંઘ સાથે ગયા. સં.૧૮૪૪ પાટણમાં માઘ વદ ૮ ગુરુવારે બિંબપ્રતિષ્ઠા કરી. પછી રાધનપુર, પાટણ, પછી પાછા રાધનપુર બે માસાં કર્યા. પછી પાટણ ને પછી રાધનપુરમાં સં.૧૮૪૮માં ચોમાસું કરી ત્યાંથી વિમલાચલ જઈ લીંબડી થઈ સુરત આવી રાંદેર જઈ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. ખંભાત આવી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીબડી આવ્યા. ત્યાં પણ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. પછી હૃદયરામ દીવાને કાઢેલ ગોડીજીના સંધ સાથે જોડાઈ યાત્રા કરી લીંબડી ચોમાસું કયુ. પછી સં.૧૮૫૩માં રાજનગર ચેમાસું. કર્યું. અહીં શ્રીમાળી લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણુ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૮૫૪ મહા વદ ૫ સોમવારે કરાવી તેમાં ૪૭૨ જિનમૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓસવાલ હર્ષચંદ સંઘવીએ. મોટો સંધ સિદ્ધાચલને કાઢયો. સં.૧૮૫૭માં સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. સં.૧૮૫૮માં લીંબડી ચોમાસું કર્યું. ૧૮૫૯માં અમદાવાદ વૈશિ.૭ ગુરુવારે પ્રતિષ્ઠા કરી ત્યાં બે ચોમાસાં કરી પાટણ આવ્યા. ત્યાં સં૧૮૬૨ના ચૈત્ર સુદ ૪ બુધને દિને સ્વર્ગવાસ કર્યો.
વિમલાચલ (પાલીતાણા)ની તેર વાર, ગિરનારની ત્રણ વાર, શંખેશ્વરની એકવીસ વાર, ગોડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર અને. આબુજીની એક વાર યાત્રા કરી. કવિ હતા. પ૫૦૦૦ નવા શ્લોક રચ્યા છે. " તેમણે શ્રીમદ્દ યશોવિજયજીના સવાત્રણ ગાથાના “શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ સ્તવન પર સં.૧૮૩૦માં અને તેમના જ “વીરની દંડી રૂપેના. સ્તવન ઉપર સં.૧૮૪૯ વસંતપંચમીને બુધવારે રાધનપુરમાં ગુજરાતી ભાષામાં બાલાવબંધો રચ્યા છે. * જિનવિજય જુઓ આ પૂર્વે નં.૧૧૩૭ તથા ઉત્તમવિજયે જુઓ. આ પૂર્વે નં.૧૨૩૧. (૪૩૪૩) [+] અષ્ટપ્રકારી પૂજા ૧૬ ઢાળ ૭૬ કડી .સં.૧૮ ૧૯ દેવામાં આદિ– શ્રતધર જસ સમર સદા, મૃતદેવી સુખકાર,
પ્રણમી પદક તેહન, પભણું પૂજાપ્રકાર. અર્થ સુણી જિનવર થકી, સૂત્ર રચે ગણધાર'
રણવાર :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org