________________
ઓગણીસમી સદી [૪૭]
પઘવિજય વદિ ૯ વાર શુક્રે. (કવિની હસ્તલિખિત પ્રત) પ.સં.ર૯-૧૪, ઈડર ગરજી ભંડાર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૪૮-૫૪. ગાડી પાશ્વ .ના ર.સં.ના સત તર” પાઠનું અર્થઘટન હેજેજ્ઞાસુચિએ (૧૮) ૭ કરેલ છે. “સતરોતર” એટલે ૧૭ અને સતાતર એટલે ૦૭ એવી સ્પષ્ટ પરંપરા મળે છે પણ “સતતરના અર્થધટન વિશે અવઢવ પણ રહે છે.] ૧૨૯. પવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય-ક્ષમાવિજય
- જિનવિજય-ઉત્તમવિજયશિ.) અમદાવાદની શામળાપોળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં ભાર્યા ઝમકુથી સં.૧૭૯૨ના ભાદ્ર.શુ.અને દિને પાનાચંદ નામનો પુત્ર થયો. છ વર્ષની વયે માતા મરણ પામી. સં.૧૮૦૫ના મહા શુદિ પને દિને ઉત્તમવિજય પાસે રાજનગરમાં જ દીક્ષા લીધી. નામ પદ્મવિજય
સ્થાપિત કર્યું. પછી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો ને સુરતમાં સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર શીખ્યા ને કાવ્યઅલંકારાદિને અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીની સહાયથી ન્યાય શાસ્ત્ર શરૂ કર્યું. પછી તપગચ્છના વિધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં સં.૧૮૧૦માં પદ્મવિજયજીને પંડિત પદ આપ્યું. ત્યાંથી સંધ સાથે ગિરનાર, નવાનગર, શત્રુંજય ગયા પછી ભાવનગરમાં ચોમાસું કર્યું. સં.૧૮૧૩ અને ૧૮૧૪માં સુરત ચોમાસું કરી બુહરાનપુર પિતાને ગુરુએ મોકલ્યા. ત્યાં ચોમાસું કરી દક્ષિણ દેશ જઈ બુહરાનપુર આવી સ્થાનકવાસી સાથે વાદ કર્યો. સં.૧૮૧૫-૧૬માં ચોમાસાં ત્યાં કરી ખંભાત ચેમાસું કર્યું. પછી શત્રુંજય આવી રૂપચંદ ભીમના જિનપ્રાસાદમાં અનેક બિબેની પ્રતિષ્ઠા કરાવી દેવા જઈ ચંદ્રપ્રભુની પ્રતિક કરી. પાટણમાં ચોમાસું કરી સિદ્ધપુર, પાલણપુર એમ ફરી આબુની સંધસહિત યાત્રા કરી. પછી રાધપુર બે ચોમાસાં કરી સિદ્ધપુરમાં સં.૧૮૨૧માં ચોમાસું કરી રાજનગર ને સુરત ગયાં. સુરતના તારાચંદ સંઘવીને ૨૯૫ બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી મકસુદાબાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫માં નવસારી ચોમાસું કરી ઉત્તમવિજયજી ગુરુ સાથે રાજનગરમાં આવ્યા. ત્યાં ૧૮૨૭માં ગુરુ દિવંગત થયા. પછી પોતે સં.૧૮૩૦માં સાણંદ ચોમાસું કરી રાજેનગરમાં ત્રણ ચોમાસાં કર્યા પછી વિસનગરમાં બે કર્યા. પાટણ આવી ત્યાંથી પ્રેમચંદ લવજીએ સિદ્ધાચળને સંધ કાઢો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org