________________
ઋષભસાગર
[૧૩] જૈન ગૂર્જર કવિઓ : ૬ આવે તો સારું. પત્ર મોકલ્યો. મઢાથી પાલણપુરના માણિભદ્રની યાત્રા કરી. આવીશ એમ ઉત્તર આપ્યો. પાંચ સાધુ સહિત માણિભદ્રની યાત્રા કરી સમઉ ગામ આવ્યા. ત્યાંથી નીંબડા, સિહોર માહા શુદિ આઠમે આવ્યા. ને ત્યાંથી પાલીતાણે આવ્યા. સામૈયું. સંઘવીએ સુરિજીને પૂછતાં પોતાને વિહાર જણાવ્યોઃ “અબુદગિરિ ભેટી શિવપુરી (સિહી) ચોમાસું કીધું, માગશરમાં વિહાર કરી રહાઈદેસ, બાંભણવાડા વીરપ્રભુ, જીવિતસ્વામી, લટાણું આદીશ્વર, વસંતપુર શાંતિનાથ, હમીરપુરને કેરણીવાળા પ્રાસાદ, ત્યાંથી શેનું જ તમ આગ્રહથી આવતાં માણીભદ્ર ભેટી શંખેશ્વર પાર્શ્વનાથ વંદી અહી પાલીતાણે આવ્યા.” પછી ગિરિ પર જઈ યાત્રા કરી. નવા દેરાસરને જોઈ બીજે દિને પ્રતિષ્ઠા કરવાનું હતું. (પછી ઋષભચરિત્ર આવે છે.) ઋષભબિંબ પ્રેમચંદ સંઘવીનું કરાવેલું બહુ સુંદર હતું. તેની પ્રતિષ્ઠાને પંચકલ્યાણઉત્સવ કર્યો. પ્રેમચંદ સંઘવીની બહેન તેજકુંવર સ્વસ્થ થઈ હતી તેને ઉલેખ અહીં કર્યો છે. તેને શંખેશ્વર પાશ્વ પ્રત્યે ધ્યાન હતું તેથી ૧૮૩૦માં શંખેશ્વરને સંઘ કઢાવ્યો હતે ને તેને જીવ દેવ થઈ આ સંઘને સાંનિધ્ય કરતો હતો એમ કવિ કહે છે. વિજયજિતેંદ્રસૂરિએ ઉક્ત નવા મંદિરમાં બિબની અંજનશલાકા કરીને પાંચમને બુધવારે બિંબપ્રવેશ - પ્રતિષ્ઠા કરી બેઘલશાની પત્ની વીજી વહુએ વધાવ્યાં, દાન કર્યા.
ગામમાં આવી ત્રણ સૂરિઓને બોલાવી વહેરાવ્યું. સાધુઓને વસ્ત્રાદિ વહરાયાં. સર્વ ગામના સંધને જમવા નોતર્યા, ને જમાડચા. ઈંદ્રમાલાને દિન આવ્યા. મહા વદ પાંચમે રથયાત્રા. પ્રેમચંદ સંઘવી, હેમચંદ, જયચંદ. અને બોધલશાહે માલ પહેરી, આદીશ્વરને વાંદી શેત્રુંજી નદીમાં સ્નાન કર્યું. શ્રીજીને સુરત આવવા વિનતિ કરી તે તેમણે સ્વીકારી. સંઘ પાલીતાણથી સિહોર, ભાવનગર, ઘોઘા, ભાવનગર આવી ત્યાંથી કેટલાક વહાણમાં સુરત ગયા, ને સંઘવી ને સૂરિ ખંભાત તરફ ચાલ્યા. વરતેજ, પીપલી, સાબરમતીથી ખંભાત આવ્યા. ત્યાંનાં ચૈત્યોનું વંદન. શ્રીજી ત્યાં રહી પેટલાદ ગયા. સંધ જંબુસર, કાવી ગંધાર, ભરૂચ, અંકલેસર થઈ સુરત આવ્યો. શ્રીપૂજ્ય પેટલાદ, કાવી, જંબુસર, મીયાગામ, ભરૂચ થઈ વરિયાવે આવ્યા. ત્યાં સુરતસંઘ સામે આવ્યું ને સુરત લઈ આવ્યા. સાથે ખુશાલવિજય વાચક હતા. આદિ –
દુહા. - સમર માત ચક્રસરી, વાણી આપ વિગત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org