Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ૩૬ જે જીવને સસારમાં જન્મમરણાદિક દુઃખ સહેવાં પડે છે; તેમ છતાં જીવ વિયાતિ તજી દેતેા નથી, વિષયરસ ચાખવાનેા જીવને અનાદિ કાળના અભ્યાસ છે, અને તેથી પરિણામે ને કે જીવને અન'તા દુઃખ સહેવા પડે છે તેપણુ • મધ્રુમિંદવા' ની જેમ તે વિષયરસ તજી શકતા નથી. મધુબિંદુવાનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, અને તે પરિશિષ્ટ પર્વ'માં વિસ્તારથી ઉપનય સાથે બતાવેલુ` છે. સદ્દગુરૂ સ’સારી જીવને તુચ્છ વિષયરસ તજવા ઉપદિગે છે;અને સમજાવે છે કે “હે ભદ્રે ! વિષયસુખથી વિમુખ થઇ વિષયની પરાધીનતા તજી તું તારા આત્માને એળખ. કરતુરીયા મૃગલાની જેમ સુખને માટે મિથ્યા દેડાદોડ ન કર. તારા આત્મામાંજ સહુજ અનત સુખ ભર્યું છે તેની તું સ્થિરતાથી પ્રતીતિ કર અને તેનીજ ગવેષણા કરે. ખરી શ્રદ્ધાથી આત્માના સહજ સુખની ગવેષણા કરતાં તે તને તારા આત્મામાંથીજ મળી શકશે; પરંતુ તેને માટે સદ્ગુરૂ જે જે શુભ આલંબન સેવવાના કહે તેનું તુ સાદર સેવન કર, અને જે જે પ્રમાદાચરણ તજવાનું કહે તે તુ’ તરત તજી દે. શુભ આલબન સેવ્યા વિના અને પ્રમાદ્દાચરણ તયા વિના તુ કદાપિ સાચું સહજ નિરૂપાધિક સુખ મેળવી શકીશ નહિં. માટે મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદ્વિક પ્રમાદને દૂર તજી અહિંસા સયમ અને તપ લક્ષણ શુદ્ધ ધર્મનું આલ'બન લે. એ અનુપમ ધર્મને પ્રમાદ રહિત સેવવાથી પૂર્વે અનંતા જીવા સહજ નિરૂપાધિક અખંડ સુખને પામ્યા છે; વર્તમાન કાળે પામે છે અને ભવિષ્ય કાળમાં પામશે. જે જે મહાનુભાવે! તીર્થંકરપદવીને પામ્યા, યાવત્ સકળ કર્મને ક્ષય કરી મેક્ષપદવીને પામ્યા તે સર્વે શુદ્ધ ધર્મના પ્રભાવે પામ્યા છે.’” સદ્ગુરૂની એવી શિક્ષા સાંભળી કઇક ભવ્ય જને વિષયસુખથી વિત થઇ વિષયને વિષવત્ લેખી સ્વહિત સાધવા ઉજમાળ થાય છે, ત્યારે કેટલાક પ્રમાદગ્રસ્ત જને વિષયરસમાં મુ ઝાયાથી તેનેજ સાર સમજી સદ્ગુરૂની પણ હિત શિક્ષાને અવગણી વિષય સુખમાંજ મગ્ન થઇ રહેછે. કેટલાક ભવભીરૂ જના છતા ભાગને તજી દે છે, ત્યારે કેટલાક ભવાભિન'દી જના અછતા ભેગની પણુ અભિલાષા રાખે છેઅને તેને માટે તન મન તેાડી મરે છે. જ્યાંસુધી વિષયવાસના પ્રખળ છે ત્યાંસુધી ગમે તેટલા હુડથી તેનેદાબી દેવા પ્રયત્ન કર્યાં છતાં તદનુંકુળ સૉંચેોગો મળતાં તે તરત જાગૃત થઈ ન્તય છે. માટે જેમ બને તેમ વિષયવાસનાને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઇએ. વિષયવાસના જ્યાંસુધી નિર્મૂળ કરી નથી ત્યાં સુધી વિરક્ત સાધુએને પણ નિશ્ચિંત રહેવા જેવુ નથી, કેમકે કંઇક છળ પાસીને મેહુના સુભટે તેમને પણ વિષયપાશમાં પાડી નાખે છે; માટેજ સર્વ પ્રમા દ તજી સાવધાનપણે વિષયવાસના નિષ્ફળ કરવા તપનયમનું સેવન કરી શુદ્ધ અહિંસક ભાવને પોષી આત્માને સ્વસ્વભાવમાંજ રમાવવા યેાગ્ય છે; પણ મેહવશ વિરૂદ્ધપણે નતી વિષયવિકારથી કેવળ આત્માને મલીન કરાય છે, તેથીજ જ્ઞાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36