________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકાશ.
चपळा तिम चंचळ कहा, कहा अचळ कहा सार; पुनि असार वस्तु कहा, को जग नरक वार. अंध बधिर जग मूक को, मात पिता रिपु मितः पंडित मूढ सुखी सुःखी, को जगमाहे अनीत, म्होटा जय जगमें कहा, कहा जरा अति घोर; प्रवळ वेदना हे कहा, कहा वक्र किशोर. कल्प वृक्ष चिंतामणि, कामगवी Yथायः चित्रावती हे कहा, शुं साध्यां सुःख जाय श्रवण नयन मुख कर नुजा, हृदय कंत्र अरु नाळ इनका मंमन ह कहा, कहा जग म्हाटा जाळ. पाप रोग अरु सुखना, कहो कारण शुं होय; अशुचि वस्तु जगमें कहा, कहा शुचि कहो जोय. कहा सुधा अरु विप कहा, कहा संग कुसंग कहा हे रंग पतंगका, कहा मजीठी रंग.
आत्मिक प्रभात. (આનંદઘનજી મહારાજ અને ઘડિયાળી) સમય પ્રભાતને છે, સૃષ્ટિના સર્વ વ્યાપારે શાંત છે, જે રસ્તા ઉપર આખો દિવસ અનેક લોકોની આવજાવ થતી હતી, તે રસ્તા પર વિરલ જનનાં પગલાં દેખા ય છે. આકાશમાં ચંદ્ર ખીલી રહ્યા છે, અને અસ્તાચળની નજીક આવતે જાય છે. બહ ઉદ્યાગી પનીયારી માથા પર પાણીનું બેડું મુકી પાણી ભરવા જાય છે, અને આવે છે, તેના પગનાં નુ પરના અવાજ શિવાય આખા શહેરની શાંતિ અખંડ પસરેલી છે. આખી રાતના ઉજાગરાથી થાકી ગયેલા પહેરેગીરો પિતાની જગા પર જ બેઠા બેઠા ઉંઘ લે છે. અખંડ શાંતિના રાજ્યમાં કઈ કઈ વાર કુતરાનો અવાજ કાન પર પડે છે. કુકડા બોલવા માંડ્યા છે તે પગ થોડા વખત પછી થવાના પ્રાતઃકાળની યાદ આપે છે. પક્ષીઓ વૃક્ષ પર બેસી જાગૃત થતાં જાય છે, અને મંદ સ્વરથી મધુર અવાજ કરી આનંદ આપે છે.
આમ અખંડ શાંતિના વખતમાં એક શાંત ધીર યુવાન માણસ પોતાની પથારીમાંથી જાગૃત થાય છે. આખા ઘરમાં અખંડ શાંતિ પથરી રહી છે, મહેલામાં કોઈ પણ જાતને અવાજ નથી, સર્વ શાંત છે, આકાશ નિર્મળ છે, હવામાં જરા
૧ લખનાર મોતીચંદ ગિરધરલાલ કાપડીયા, બી. ગો. બેલ, બી, સોલીસીટર.
For Private And Personal Use Only