________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમિક પ્રભાત. રિયાદમાં કશું વજુદ નથી. જે વખત ન હોવાની ફરિયાદ કરનારા હોય છે તે એજ ઘણે વખત નકામે પસાર કરનારા હોય છે. સંસારની સામાન્ય ખટપટમાં, અન્યને લગતી પંચાતો કરવામાં અને પ્રમાદમાં બહુ વખત કાઢનારાઓજ વખત ન મળતું હોવાની ફરિયાદ કરનારા હોય છે. નિયમિત કામ કરનારા માણસે ધારે તે કોઈ પ્રકારની અગવડ વગર જોઈએ તેટલે વખત મેળવી શકે. એ બાબતમાં આત્મ પરીક્ષણ કરી વખત કેટલે નકામે પસાર કરવામાં આવે છે તે પર ધ્યાન પહોંચાડવા વગર સત્ય સમજાય તેવું નથી. તું અન્યની નિંદા કુથલી કરવામાં અથવા શાક લાવવા જેવા નકામા કામમાં કેટલે વખત કાઢી નાંખે છે તે તપાસ, અને પછી જે કે નને ટાઈમ મળી શકે તેમ છે કે નહિ? વખતની કિંમત સામાન્ય નથી, વખત એજ પસે છે. વખત એ આત્મધન છે, અને તેના પર અંકુશ રાખનાર આ અપ જીવનમાં અનેક કાર્યો કરી શકવા શકિતમાન થાય છે. દુનિયાના પ્રાણીને મોટો ભાગ વખતપર અંકુશ રાખવાને બદલે–તેની મિનિટો અને સેકડોને ગણીને તેને લાભ લેવાને બદલે કલાકોના કલાકે નકામા પસાર કરી દે છે. આથી ઘડિયાળ વગાડનારને ઉદ્દેશીને અત્ર કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાને માથે એક ચતુધશ ઘડિને હિસાબ રાખનાર પાઘડી બાંધે છે, ત્યારે તું તે વશ મિનિટ એટલે ચિદશે ને ચાળીશ સેકન્ડથી થતી લાંબી ઘડિને છેડે જાગૃતિ આપે છે તે સમય બહુ લાંબે છે, અંતર અતિ વિશાળ છે.
વખતનકામો પસાર કરવાની ટેવથી બહાનિ થાય છે. વ્યવહારને એક લેક છેअजरामरवत् प्राझो विद्यामयं च चिंतयेत्। गृहित इव केशेषु मृत्युना धर्ममाचरेत्।। જ્યારે વિદ્યા ઉપાર્જન તથા ધન ઉપાર્જન કરવું હોય ત્યારે કદિ મરવું નથી કે વૃદ્ધ થવું નથી એ વિચાર કરે,અને ધર્મ કરતી વખત ચોટલી યમરાજના હાથમાં છે એ વિચાર કરે. આ શ્લોક બહુ વ્યવહારૂ છે, છતાં તેટલી હદ સુધી પણ આ જીવ પહોંચી શકતા નથી. પ્રથમના વાક્યમાં રહેલી હકીકત તેની સંસારરૂચિને લિધે તેને પસંદ પડે છે, તેથી ધન ઉપાર્જન કરતી વખતે તે મરવું નથી, એમ મેહને લીધે માની સતત તે કાર્યમાં લાગ્યા રહે છે, પરંતુ લેકનો છેવટને ભાગ ધર્મ કાર્યના સંબંધને લગતે છે, તે સંબંધમાં તે તદન ઉપેક્ષા રાખે છે. ધર્મ કરવાના પ્રસંગે મળે ત્યારે પણ વૃદ્ધાવસ્થામાં કરશું, આગળ ઉપર થઈ રહેશે, હાલ શેક છે વિગેરે બહાના કાઢી તે તરફ લક્ષ્ય રાખ નથી. સામાન્ય ઉપદેશની બાબતમાં પણ પિતાને રૂચ ઉપદેશ મેહવશ પડી ગ્રહણ કરે છે, જ્યારે ઉપદેશનો અગત્યને વિષય દૂર કરી મૂકે છે, ઉવેખી મૂકે છે, ફેકી દે છે.
વખત સામાન્ય વરતુ નથી, ગયે વખત ફરીવાર આવતું નથી, શરીર આરે
For Private And Personal Use Only