Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મિક પ્રભાત ઠંડી છે. આવી પ્રબળ શાંતિમાં માત્ર ભારત પર ટાંગેલ ઘડિયાળને ચાલતે ધીમા મંજુલ રવર સંભળાય છે, પ્રભુનામ સમરણ કરી ગંભીર પ્રકૃતિવાળો યુવાન - ધ્યામાં બેઠે છે, તે વખતે ઘડિયાળે પાંચ ટકેરા કર્યા. વિશિષ્ટ વર્તનવાળા મહાત્મા પુરૂ અને સતીઓના નામોચ્ચારણ કરી તે યુવાન શાંત વૃત્તિથી પોતાના આગલા દિવસના કાર્ય પર વિચારણા કરતા હતા, પિતાના વર્તન પર નિરીક્ષણ કરતા હતા અને આત્મવિભૂતિ પ્રસારવા અને વધારવાના માર્ગ પર અવલોકન કરતે હતો, તેવામાં બાજુના ઘરમાંથી અતિ શાંત, ઠંડા, મંદ સ્વયુક્ત ઇવનિ નીકળ્યો. એક મહાત્મા વયેવૃદ્ધ બહુ મીડા સ્વરથી અંતરના આલાદ પૂર્વક ગાન કરતા હતા. રાગ પ્રભાતના સમયને અનુકૂળ વેલાવેલ હતું. જે ગાન સાંભળવાને આપણું યુવકને લાભ મળે તે નીચે પ્રમાણ હતું રે ઘરિયારી બાઉરે, મત ઘરીય બજાવે; નર સર બાંધત પાઘડી, તું કયા ઘરીય બજાવે. રે ઘરિ. ૧ ll કેવી કાલ કલા કલે, તું અકલ ન પાવે; અકલ કલા ઘટમેં ઘરી, મુજ સે ઘરી ભાવે. રે ઘરિ. ૨ / આતમ અનુભવ રસ ભરી, યામે ઓર ન માવે; આનંદઘન અવિચલ કલા, વિરલા કેઈ પાવે. રે ઘરિ. ૩ / આ નાના પદને તાસૂર સાથે જેમ જેમ દવનિ ઉછળતે ગમે તેમ તેમ આપણા યુવકનું મન તેમાં વિશેષ એકત્ર થતું ગયું. ગાનાર સંગિત શાસ્ત્રને અભ્યાસી હોવાથી બહુ અસરકારક રીતે ગાન કરતે હતે. સ્વર મધ્યમ હતા, તાન અતિ આકર્ષક હતું અને શાંત સમયને અનુકૂળ લય હોવાને લીધે મન પર અસાધારણ કાબુ મેળવે તેવા હાવભાવ યુકત હતું. દરેક પદનું બેબે વખત પુનરાવર્તન કરાતું હોવાથી સર્વ અક્ષરની મન પર છાપ પડતી હતી, અને ટેકના પદ પર તે તેથી પણ વધારે વખત આરોહ અવરોહ થતા હોવાથી અપૂર્વ અલાદ આપતું હતું. પદ પૂર્ણ થયું અને સ્વર વિરમ્ય. આપણા યુવકના મન પર તે આ પદની લય લાગી, તેના કાનમાં વર અને પદના ધ્વનિના પડઘા પડવા માંડ્યા, અને તીવ્ર આકર્ષણથી સાંભળેલ પદ હૃદયમાં ગાન કરવા લાગ્યું. એ પદના ભાવાર્થ પર વિચાર કરતાં કરતાં ચતુર યુવકને આત્મજાગૃતિ થવા લાગી. પદના ભાવ પર તે વિચાર કરવા લાગ્યું. તે અતિ ઉપયોગી હોવાથી તેને કાંઈક ભાવ અત્રે ઉતારી લેવાને પ્રયાસ કરીએ તો તે એગ્ય ગણાશે. પદની પ્રથમ ગાથામાં બહુ અપૂર્વ ભાવ સૂચવી ઉપદેશ આપ્યો હોય એમ લાગે છે. અત્રે હકીકત છે તે આનંદઘન મહારાજ ઘડિ લગાડનારને ઉદ્દેશીને ક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36