________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. તગાન માલ પરમાત્માનું જ કરવું, કોઈના પર ક્રોધ કરે નહીં, કોઈ વિનાશ કરે કે નુકશાન કરે તે તેના ઉપર પણ સમતા રાખવી કોઈ પ્રકારનું અભિમાન કરવું નહીં, સરલતાને રપ નળ કરી દેમ કે માને તજી દેવી, લેભ માત્ર યાત્રાને કે પરમાાની ભૂમિ પર બીજ ન કર, કોઈની સાથે કલેશ કંકાસ ન કરે, ગુણીને જોઈને હું થવું, તેની ભકિત કરવાનો સમય મેળવ, અને નિરંતર આમાની શુદ્ધિ વિશેષ થાય તેમ કરવું.
આ તીર્થની આશાતના બીલકુલ કરવી નહીં. કારણ કે અન્ય સ્થાને કરેલા પાપનું નિવારણ તે આ તીર્થ આવવાથી થઈ શકે છે, પણ આ તીર્થે જે કઈ પ્રકારનું પાપ બાંધ્યું તો તેનાથી છુટકારો થવા માટે કોઈ પણ સ્થાન મળી શકે તેમ નથી. એટલે તેના વિપક બહુ કડવા ભોગવવા પડે છે. માટે આશાતના વર્જીને શુદ્ધ અંતઃકરણથી વિધિ પૂર્વક દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચારે દેષ ટાળીને તીર્થયાત્રા ને પરમાત્માની ભકિત કરવી, જેથી આ ભવમાં ને પરભવમાં અમે નેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય.
આ તીર્થના એક હજાર નામ લેવાનું પંડિત શ્રીવીરવિજયજી કહે છે, પરંતુ તે કઈ ગ્રંથમાં વાંચવામાં આવ્યાં નથી. તેમજ તેની ૧૦૮ ટુંક છે એટલે કે જુદા જુદા નામવાળા શિખરો કે પર્વત છે પરંતુ તે ૧૦૮ નામ પણ એક સાથે લખેલા કોઈ જગ્યાએથી લભ્ય થઈ શક્યા નથી. અન્ય વિદ્વાને ૧૦૮ નામે તેમના વાંચવામાં આવ્યા હોય તે તે લખી મોક્લવા કૃપા કરશે એટલે અમે પ્રસિદ્ધ કરશું. શ્રી શત્રુંજય મહાભ્યમાં લખે છે કે શ્રી સુધઆંગણધર ચેલા મહાપસૂત્રમાંથી એ નામે જાણી લેવાં (જુઓ પૃષ્ટ ૨૧),
શ્રી વીરવિજયજીકૃત નવાણુ પ્રકારી પૂજામાં આ તીર્થનાં ૯૯ નામે આપવામાં આવ્યાં છે તે આ નીચે જણાવ્યાં છે, પરંતુ તે બધાં જુદી જુદી ટુંકના નામ નથી, તેમાં કેટલાંક તે ગુણનિપજ્ઞ નામે મળ પર્વતનાંજ હોય એમ જણય છે. તેમાંના કેટલાંક નામોના હેતુ જાણવામાં આવ્યા તે પણ તેની નીચે જણાવ્યા છે. બાકીનાં નામના હેતુ પણ જેમના સમજવામાં આવે તે જણાવશે તે પ્રકટ કરશું.
પ્રથમ ૧૦૮ ટુકે પિકી મોટી કે ૨૧ કહેવી છે, તેનાં નામો નીચે પ્રમાણે છે
૧ વિમળગિરિ, ૨ મુકિતનિલય, ૩ શવું, કે સિદ્ધક્ષેત્ર, ૫ પુંડરિકગિરિ, ૬ સિદ્ધશેખર, ૭ સિદ્ધગિરિ, ૮ સિદ્ધરાજ, ૯. બાહુબલી, ૧૦ મરૂદેવ ૧૧ ભગીરથ, ૧૨ સપત્ર, ૧૩ શતપત્ર. ૧૪ અષ્ટોત્તરશતકુટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સડસકમળ, ૧૭ ઢંક, ૧૦ કેરિનિવાસ, ૧૮ લેહિત્ય, ૨૦ તાળ
For Private And Personal Use Only