Book Title: Jain Adarsh Prasango Part 12 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 9
________________ હવે તમારી જોડે લગ્ન ન થાય. ને...એક ભવમાં બે ભવ પણ ન થાય.” યુવતીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. 2૫. “મા” ની સાચી સેવા ! અનેક જાજરમાન સંઘોથી ધમધમતા મુંબઈનું એક પરું કાંદિવલી. તેમાં એક અત્યંત ધાર્મિક કુટુંબ છે. તેમાં મુખ્યત્વે મા,દીકરો, વહુ, પૌત્રી, પૌત્ર વિગેરે બધાની ધર્મભાવના એકંદરે સારી. દીકરાના ઘરે દીકરા છતાં પોતાની મા પ્રત્યે એવો જ ઉછળતો ભાવ. માને ખૂબ સાચવે, ખૂબ સેવા કરે. પોતે શ્રીમંત સમાજમાં આગળ પડતું અસ્તિત્વ ધરાવે, સંઘમાં પણ ખૂબ માન્ય વ્યક્તિ હોવા છતાં માનો પરમ ભક્ત. આટલી મોટી ઉંમર થવા છતાં માનો વિનય હજુ સુધી ચૂક્યો નથી. રોજ ઉઠીને માને હજી પણ પગે લાગે છે. કર્મની બલિહારી માને અસાધ્ય-વ્યાધિ લાગુ પડ્યો. અનેક ડોકટરો, વૈદ્ય, હોસ્પિટલો, ટેસ્ટો, દવાઓ, પરેજીઓના ચક્કર ચાલ્યા. મા માટે પૈસાને પાણીની જેમ ખર્ચો. નિદાનમાં અસાધ્ય કેન્સર આવ્યું. - દીકરો ધર્મને પામેલો હતો. તેને થયું કે ડૉકટરના કહેવા મુજબ મા ૬ મહિનાથી વધુ જીવવાની નથી અને દીકરો વિચારવા લાગ્યો. જે માએ મને નાનાથી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં સંઘમાં ઉંચુ સ્થાન અપાવ્યું. આ રીતે બહુ મોટો લૌકિક દષ્ટિએ ઉપકાર કર્યો. તદુઉપરાંત લૌકિકથી અનેક રીતે ચઢી જાય એવો લોકોત્તર ઉપકાર કર્યો કે નાનપણથી જૈન ધર્મના સંસ્કારો આપ્યા. સુદેવ-સુગુરુ પાસે પરાણે પણ લઈ ગઈ. ન પિા૨ણે સુપરદાન કે પરાણે પગદાન.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52