________________
---(૨૩) ૯-૯-૯--૨૦૦૯ કરતાં સમજાયું કે તે સમયે પુષ્યનક્ષત્ર હતું. ઉત્તમ મુહૂર્ત ઉત્તમ પ્રભુજી લાવવાની સાથે કામમાં ખૂબ વેગ આવવા માંડ્યો. શિખરબંધી દહેરાસર અકલ્પનીય ઝડપથી પૂર્ણ થયું. પાલડીથી ૧૫ કિ.મી. દૂર હોવા છતાં પાંચ દિવસના મહોત્સવપૂર્વક પંચકલ્યાણકની ઉજવણી, અંજનશલાકા સાથે પ્રતિષ્ઠા થઈ, જેમાં ૧૫OO માણસની સાધર્મિક ભક્તિ થઈ.
પ્રતિષ્ઠા બાદ અનેક ભાવિકો અહીં પૂજા કરે છે. સાથે પૌષધશાળા પણ બનાવી છે. શ્રેષ્ઠ મુહૂર્તના અનેક પ્રભાવો આજે પણ અનુભવાય છે. અનેક સંઘોના ટ્રસ્ટનું ઓડીટ સંભાળી રહેલા નૌતમભાઈ વકીલ સહુને ભક્તિ માટે પધારવાનું આમંત્રણ આપે છે.
૩ ૧૬. અજૈનનું પરિવર્તન :
પૂ. પર્યાય-સ્થવિર મુનિરાજશ્રી જયચન્દ્ર વિ. મ. સા.ના શિષ્ય પૂ. જય વિ. મ. સા. ને વિ. સં. ૨૦૪૮ જલગાંવ ચાતુર્માસ માટે જવાનું થયું. વચ્ચે વિહારમાં અમલનેર રોકાવાનું થયું. ઉપાશ્રયમાં ૧૨ વર્ષનો છોકરો સફાઈ કરે. નામ પૂછતાં એણે કહ્યું “અનિલ વાઘ”. થોડી ઘણી વાતો કરતાં મહાત્માને ખ્યાલ આવ્યો કે “આના ઘરમાં માંસ વિગેરે ખવાય છે. પરંતુ આ છોકરો ખાતો નથી.” જલગાંવ ચાતુર્માસમાં દર રવિવારની શિબિરમાં અનિલને એની યોગ્યતા જાણી બોલાવ્યો. શિબિરો દ્વારા જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ વધી. માંસને કાયમી અલવિદા કરી ત્યારબાદ નવસારી તપોવનમાં સંસ્કૃત પાઠશાળામાં અનિલને અભ્યાસ કરાવ્યો. પૂજા સેવા( મરણને સતત મરણમાં રાખે તે સાધક )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org