Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 43
________________ - - - - - - - ૯૯(૪૧)૯૯૦૯- ૨૯-૯-૧૯૦૯ “પ્રમુખ સાહેબને જાહેરમાં થયેલા આવા અપમાનથી સખત આઘાત લાગ્યો હશે, એમને આશ્વાસન આપવું જોઈએ...” અમે થોડાક શ્રાવકો એમની પાછળ થોડીવાર બાદ ઓફિસમાં પહોંચ્યા, પ્રમુખ સાહેબ માથું નીચું ઢાળીને બેઠા હતા. જેવા અમે પહોંચ્યા કે તરત એમણે માથું ઉંચુ કર્યું, હા ! એમની આંખો ભીની હતી. અમારા એ વયોવૃદ્ધ-સત્તાધીશકડક પ્રમુખ રડતા હતા. તમે બહુ મન પર નહી લેતા. એ ભાઈનો સ્વભાવ જ એવો છે. અમે બધા એમને ઓળખીએ જ છીએ ને? તમારો કોઈ જ દોષ નથી...” અમારામાંથી કોઈને આશ્વાસનના શબ્દો ઉચ્ચાર્યા. તમે ખોટું સમજી બેઠા છો.” પ્રમુખ સાહેબે એ વખતે જવાબ આપ્યો. “મારું અપમાન થયું, એનો મને વાંધો નથી. આટલા વર્ષોના અનુભવ બાદ એટલું તો પચાવી જ શકું છું. પણ મારી ભાવના હતી કે હું એ ભાઈના મનમાંથી વેરની ગાંઠ ઓગાળી નાખીશ. મારા નિમિત્તે એમના કષાયો વધે, એ યોગ્ય તો નથી જ ને? પણ હું નિષ્ફળ ગયો. એમના આવેશને હું દૂર ન કરી શક્યો. એમના આત્માને કેટલું નુકસાન થશે?” અને ફરી એમનો અવાજ ગળગળો થઈ ગયો, એ આગળ બોલી ન શક્યા. “સાહેબજી! આ છે અમારા પ્રમુખ સાહેબના હૈયાની કોમળતા ! કોણ કરી શકે આવી ક્ષમાપના? કોણ પોતાના અહંકારને ઓગાળી શકે? કોણ પરલોકનો સાચો વિચાર કરી શકે?” | નવા કપડા માં અપાવના૨, otવા કપડા પહેરાવશે !) Jain Education international ornerstrad ate use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52