Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 47
________________ ૯ - - ૯૯ ૯૯(૪૫)૯૯ - - - - - શું થયું છે?' કમળો થયેલો, રાત્રે વકર્યો અને કમળી થઈ. એના લીધે જ કોમામાં જતી રહી છે. બેભાન છે. ડૉકટર કહે છે કે બે-ચાર કલાક માંડ જીવે'...Please! પધારશો?” બોલતા બોલતાં એ દીકરીના બાપનો સ્વર ભીનો બની ગયો. | મુંબઈની હોસ્પીટલમાં આઠેક મહિના પૂર્વે બનેલો આ પ્રસંગ ! એક વૃધ્ધ મહાત્માને હોસ્પીટલમાં દાખલ કરેલા, એમની સેવામાં જે યુવાન સાધુ રોકાયેલા, એમને પેલા ભાઈએ કરગરતા હોય, એમ વિનંતિ કરી. મહાત્મા તો તરત જ નીચે ઉતર્યા, રૂમમાં ગયા. આખો પરિવાર હાજર ! જોયું તો છોકરીનું શરીર એકદમ પીળું પડી ગયેલું. ઉંમર હશે આશરે ૨૧ વર્ષ ! મહાત્મા વિચારમાં પડયા. “આ બહેન તો કોમામાં છે, બેભાન છે. હું માંગલિક સંભળાવું, પણ એ ક્યાં સાંભળવાના છે? “શું નામ છે તમારી દીકરીનું?' ભાઈ એ નામ કહ્યું. જરાક નામ થી એને બોલાવો ને? “સાહેબજી! એ તો સાત દિવસથી કોમામાં છે. એને નામથી બોલાવવાનો કોઈ અર્થ નથી.” “છતાં એકવાર નામથી બોલાવો તો ખરા?' મહાત્મા ના આગ્રહને કારણે પપ્પાએ દીકરીને નામથી બોલાવી. (આપણા દુઃખોમાં આંસુનપાનાર, ખૂબ આંસુ પાડી રહ્યાા છે.) Jain Educaton international For Personala Private used www.jamemorary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52