Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 42
________________ કરવામાં કોઈ કમી ન રાખી. આ બધા સમાચાર પ્રમુખ સાહેબને મળ્યા. એ મૌન જ રહ્યા, પણ એમના મનમાં ગડમથલ તો ચાલતી જ હતી. સંવત્સરીનો એ દિવસ ! બારસાસ્ત્રનું વાંચન પૂરું થયા બાદ સાધુ તો રૂમમાં જતા રહ્યા. હજી ઉપાશ્રયના હોલમાં પ્રમુખ સાહેબ, ટ્રસ્ટીઓ અને સંઘના ઘણા બધા માણસો તો ઉભેલા જ હતા. એ વખતે પ્રમુખ સાહેબે કમાલ કરી નાંખી, બધાની વચ્ચે બિલકુલ શરમ રાખ્યા વિના એ પેલા ભાઈ પાસે પહોંચી ગયા, “મારા નિમિત્તે તમને કંઈપણ દુઃખ થયું હોય, તો હું ક્ષમા માંગું છું. તમે મને માફ કરશો ને?” મહારાજ સાહેબ! ત્યારે હું પણ હાજર હતો, મેં નજરો નજર આ પ્રસંગ જોયો છે. પ્રમુખ સાહેબ પેલા ભાઈના પગમાં નમી ગયા. હાથથી એમના પગને સ્પર્શ કરવા જેટલા નીચે નમી પડ્યા. હું તો ખૂબ આશ્ચર્ય પામ્યો. પ્રમુખ તો ઉંમર-સત્તાશાણપણમાં ...બધી રીતે પેલા ભાઈ કરતાં ચડિયાતા ! પણ તો ય . મેં સ્પષ્ટ જોયું, પ્રમુખ સાહેબના મુખ ઉપર સાચો ક્ષમાપના-ભાવ હતો, લેશ પણ કપટ-દેખાવ નહિ. હ ! ગધેડીના પેટના.. તું શું ક્ષમા માંગવા હાલી નીકળ્યો છે.” આવા તિરસ્કાર ભરેલા શબ્દો સાથે એ ભાઈએ પ્રમુખને ધક્કો માર્યો. પ્રમુખ બે-ત્રણ ડગલાં દૂર ફંગોળાયા. અમે બધા તો સ્તબ્ધ થઈ ગયા. એ ભાઈના મોઢા પરનો તિરસ્કાર ભાવ જોઈને હેબતાઈ જ ગયા. પ્રમુખ ઉદાર ચહેરે, કશું બોલ્યા વિના ધીમી ચાલે સંઘની ઓફિસ તરફ ચાલતા થયા. અમને બધાને થયું કે (બે મિનિટ પાસે ન બેસવા વાળા બે-ચાર દિવસ સતત યાદ #શે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52