________________
- 22 (30) કે દાદાના મહોત્સવમાં દિકકુમારી થઈ મને નાચવાનું નહિ મળે. શું અમે પૈસા ન ભરી શકીએ તો ભગવાનની ભક્તિમાંથી બાકાત થઈશું? ગુરુજી! અમારી ગરીબીના કારણે કયારેય પ્રભુજીને કોઈ વિશિષ્ટ દ્રવ્ય ચઢાવી શકતા નથી. આપ ગુરુજીઓને સારી વસ્તુ વહોરાવી શક્તા નથી અને કોઈ પ્રબળ પુણ્યોદયેદિકકુમારી બની નૃત્ય કરવાનું સૌભાગ્ય હાલ પ્રાપ્ત થયું હતું, તે ડ્રેસના રૂા. ૨૦૦ ન ભરી શકવાથી નાશ પામ્યું. આપ કઈક કરો. મારે દાદાની દિકકુમારી બનવું જ છે.” બાળાની પ્રભુ પ્રત્યેની ભકિત નિહાળીને સાધ્વીજીએ કહ્યું “તારે રૂા. ૨૦૦ ભરવાના નથી અને ભગવાનની દિકકુમારી બની જેટલું નાચવું હોય તેટલું નાચવાની છૂટ છે.'
આ શબ્દો સાંભળતાં જ પેલી છોકરી તો ત્યાં જ ઊભી થઈ નાચવા માંડી. “ગુરુજી! આપ ખૂબ ઉપકાર કર્યો. આપને ઉપકાર ક્યારેય નહિ ભૂલું.'
જોત જોતામાં ભવ્ય જન્મોત્સવની ઉજવણીનો દિવસ આવી ગયો. સવારે ૯-૦૦ વાગે પ્રોગ્રામ શરૂ થવાનો છે. આગલી રાતથી જ એક જ અધ્યવસાય ચાલે છે. મારે સવારે દાદાની દિકુમારી બનવાનું છે. પ્રભુ આગળ નૃત્ય કરવાનું છે. ખૂબ મજા આવશે. ખૂબ કર્મ ખપશે. ખૂબ પુણ્ય બંધાશે.
જે પણ નવા વ્યકિત મળે એની આગળ એટલા જ ઉલ્લાસપૂર્વક આ જ વાત કર્યા જ કરે. તેના દ્ધયમાં આનંદ માતો નથી. રાત્રે સ્વપ્નમાં પણ ડ્રેસ પહેર્યો, સામે ભવ્ય દાદા નેમિનાથ બિરાજમાન છે અને હું નૃત્ય કરી રહી છું.” એવું દૃશ્ય નિહાળ્યું. (બીજાના વા વચનો શાંતિથી ગળી જવા પણ મોટુપ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org