________________
- ૯૯૦૯૯-૯(૩૧)-૯૯૯૦૯૯
સવારે વહેલા ઉઠી તૈયાર થઈ. સૌથી પહેલી સ્ટેજ આગળ પહોંચી ગઈ. પ્રોગ્રામ શરૂ થયો. હવે તેનો વારો આવ્યો. જેની રાહ તે દિવસોથી જોતી હતી તે પળ આવી ગઈ.
નેપથ્યમાંથી હાથમાં રક્ષા પોટલી લંઈ નાચતી -નાચતી સ્ટેજ પર આવી. ઉછળતા ભાવપૂર્વકનું તેનું વિશિષ્ટ નૃત્ય બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યું. તેના પગની પ્રત્યેક થીરકી અને હાવભાવોમાં પ્રભુ પ્રત્યેનો અવિહડ પ્રેમ દેખાતો હતો. હાથમાં રક્ષાપોટલી લઈ એક પ્રદક્ષિણા આપી, બીજી પ્રદક્ષિણા નૃત્ય કરતાં કરતાં આપી અને ત્રીજી પ્રદક્ષિણા જયાં પૂરી થઈ અને ઉછળતાં ભાવોલ્લાસ સાથે એનો આયુષ્યનો દીવડો ત્યાં જ બુઝાઈ જતા પંડિતમરણ પ્રાપ્ત થયું.
પ્રભુનો જન્મોત્સવ તેના માટે મૃત્યુનો મહોત્સવ બની ગયો. ધન્ય છે એ બાળિકાના ભાવોને! એના આ શુભ ભાવોને ય આપણાં ભાવથી વંદન...!!!
છે. ૨૨. દેવદ્રવ્ય તો મારે ના જ ખપે છે
એક ભાગ્યશાળી એ યોગ્ય-ઉત્તમ સોમપુરાને અનેક જિનાલયોના કામ અપાવ્યા. તે બદલ એ સોમપુરાએ એ પ્રભુભક્તને ૧૦૦ ગ્રામ સોનું આપવા છતાં તેમણે આ સોનું લેવાનો ધરાર ઈન્કાર કરી દીધો. સોમપુરાનું દ્રવ્ય દેવદ્રવ્યનું કહેવાય. તે ન જ ચાલે એ ભાવનાથી. ભક્તની ભાવના તો લાજવાબ હતી પણ સાથે પ્રભુભક્ત એ સોમપુરાએ નહીં નફાના ધોરણે જિનેશ્વર પરમાત્માની ૫૦૦થી વધુ પ્રતિમાજી જિનભક્તને અર્પણ કરી. આ છે જિનભક્તની આજ્ઞા પ્રતિબદ્ધતા વિવેકી માટે બોલે તેના બોર વેચાય, અવિવેકી માટે ન બોલવામાં નવ ગુણ')
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org