________________
39
હતી. ટીચરે નાસ્તાનો ડબ્બો અને વોટરબેગ ભરાવેલા, પણ ઘણાં છોકરાઓની જવાબદારીના કારણે ભૂલથી ડબ્બો અને વોટરબેગ પોતાની ઓફીસમાં જ રહી ગયા અને બસ ઉપડી. સ્થાને પહોંચ્યા. ટીચર તો વ્યવસ્થામાં હોવાથી મોક્ષાની કાળજી લઈ શક્યા નહિ. જાત-જાતની ખાવાની વસ્તુઓ કેટબરી, ચોકલેટ, આઈસ્ક્રીમ બધાને વહેંચાઈ રહ્યું છે. તેની બધી બહેનપણીઓ મસ્તીથી વાતો કરતી હતી. હસ્તી-ખેલતી વાપરી રહી છે પણ મોક્ષા તેમાંનું કાંઈપણ લેતી નથી. એની બહેનપણીઓ ખૂબ આગ્રહ કરે છે છતાં તે ઘસીને ના પાડે છે. નાનકડી ૫ વર્ષની હોવા છતાં આઈસ્ક્રીમ વિગેરેનું એને આકર્ષણ નથી કેમકે તે ખૂબ પાપભીરૂ છે. તે
બપોરના ભોજનનો સમય થયો. પેલા ટીચર તો મોક્ષાને સાવ ભૂલી જ ગયા અને મોક્ષાની કસોટી આવી. થાળીઓ ગોઠવાઈ ગઈ. એક પછી એક સ્વાદિષ્ટ વાનગીઓ પિરસાય છે. પણ મોક્ષાને બધામાં અભક્ષ્ય હોવાની શંકા રહ્યા કરે છે. અને મમ્મીએ પણ ના પાડી છે તેથી કાંઈ લેતી નથી. છેવટે ખાલી બે પુરી ખાઈને દિવસ પસાર કરે છે. આખો દિવસ પાણી પીધું જ નથી અને ખાવામાં બે પુરી જ વાપરી છે.
ટુર પૂરી થઈ ગઈ. ઘરે આવી ડબ્બો અને વોટરબેગ ભરેલા છે. મોક્ષા ઢીલી થયેલી જણાય છે તેથી મમ્મીએ પૂછયું ‘બેટા ! કેમ કંઈ ખાધુ નથી ?’
‘મમ્મી ! ટીચર મારો ડબ્બો તથા વોટરબેગ ભૂલથી સ્કુલે ભૂલી ગયેલા.’
‘તો શું તે બહા૨ની અભક્ષ્ય ચીજો વાપરી ?'
મુશ્કેલીમાં મદદ માંગશો તો મુશ્કેલી બાદ પણ ઉપકાર માથે રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org