________________
- - ૪૯
(૧૬) ૯-૦૯ -૨૦૦૯ માટે તમો તૈયાર રહેજો...”
પ્રભાવતીબેન ખૂબ ધર્મી અને એમના પૂત્રો પણ ખૂબ વિવેકી, ધર્મમાર્ગ સમજેલા. એમણે ડૉકટરની દવા સાથે જ દરરોજ એક જીવને અભયદાન આપવાનું શરૂ કર્યું... ૪૦ દિવસ સુધી પાણીના ટીપા વગર રહેલા પ્રભાવતીબેનને પછી થી જીવોની જાણે દુઆ મળી... ૪૦ દિવસમાં એ તંદુરસ્તી તરફ જવા લાગ્યા... અને ક્રમશઃ સંપૂર્ણ તંદુરસ્ત બન્યા. આજે ૮૮ વર્ષે પણ એઓ ધર્મારાધનામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે... અહિંસા પરમો ધર્મની જય હો...
છે. ૧૧. ધન્ય છે આવા સાધર્મિકોને છw
મૂળ ખેડા નિવાસી, હાલ દેવકીનંદન (અમદાવાદ)માં રહેતા નવનીતભાઈ શાહ. તેઓના પિતાશ્રી નાનપણમાં જ મૃત્યુ પામ્યા. માતા પાસે પૈસા ન હતા. તેથી લોકોના કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ ૧૧ ધોરણ ભણ્યા ત્યાં સુધી તો તેમના ઘરમાં લાઈટ પણ ન હતી, પગમાં ચપ્પલ પણ પહેર્યા ન હતા. કોઈકે પૈસા આપી ભણાવ્યા, પછી નોકરી મળી, પછી દવાની દુકાન કરી અજૈન કન્યા નામે ચંદ્રિકાબેન સાથે લગ્ન કર્યા. દવાની ફેકટરીમાં ભાગીદાર બન્યા. નસીબ આડેનું પાંદડુ સર્યું અને આગળ વધતાં પોતે દવાની ફેકટરી નાખી. ખેડા હાઈવે પર કાજીપુરા અને બીજી ફેકટરી ખેડામાં. કાજીપુરા ૧૯૮૫માં ફેકટરી ની જ જગ્યામાં વિહારધામ બનાવ્યું. ત્યાં માણસ રાખ્યા અને વિહાર કરતાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની ગોચરી - પાણીની વ્યવસ્થા સુંદર રીતે થાય છે. મંદિરમાં જતો પત્થર જો પ્રભુ બની શકે તો માનવ શું મહામાનવ(?))
Jain Education internauonal
Personar
vate use only
www.jamembrary.org