Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 17
________________ -------(૧૫)*- -- -- સમાચાર મળ્યાકે તમારી દુકાન (સોનાની-હીરાની) સંપૂર્ણ લૂંટાઈ ગઈ છે. તમો ઉપધાનમાંથી નીકળી ઘરે આવો. એમને અઢારીયું પૂરું થયું હતું પણ ચૌદસે નીકળાય નહીં એ શાસ્ત્રીય નિયમ મુજબ એ નિકળવા તૈયાર ન થયા. સદ્ગુરુઓએ અપવાદે એમને નિકળવાની છૂટ આપી. એમના પુત્રની આંગળી દુકાનની લૂંટવખતે ગૂંડા લોકોના હાથે કપાઈ ગઈ, ખૂબ લોહી નીકળ્યું પણ આ સુપુત્ર વિચારે કે આંગળી કપાઈ એનો અફસોસ નથી પરંતુ હવે મારે અંજનશલાકામાં પ્રભુના માતા-પિતા બનવાનું નહીં રહે. આ વયોવૃધ્ધ શ્રાવકે પોતાની લક્ષ્મી અનેક રીતે દાનમાં વહેવડાવી છે. સાધર્મિક ભક્તિ તો એમનો અત્યંત પ્રિય વિષય! આજની તારીખે અને આંખો ગુમાવી હોવા છતાં ૮-૧૦ સંબંધીઓ પાસેથી સાંભળી સાંભળીને જીવવિચાર નવત્તત્વની ગાથા પણ ગોખે છે. અનેક સામાયિક કરે છે. એમનું નામ ખંભાત વાસી તારાચંદ અંબાલાલ શાહ (હાલ મુંબઈ) ! તેઓશ્રી વૈરાગ્ય દેશનાદલ આચાર્ય શ્રી વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મ.ના સંસારી ભાઈ છે. એમણે એમની પુત્રીને ઠાઠથી દીક્ષા અપાવેલ છે. ધન્ય ધન્ય..અનુમોદના વારંવાર! શ ૧૦. જય હો અહિંસા ધર્મનો કિ પ્રભાવતીબેન ચીનુભાઈ શાહ. ઉમર ૮૮ વર્ષ. હાલ કાંદીવલી (વેસ્ટ) મુંબઈ રહે છે. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં એ બિમાર પડયા. બિમારી ભયંકર. ડૉકટર કહે, “એક હજાર દર્દીમાંથી માત્ર એક જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટ્રીટમેન્ટ કરૂ છું, પણ સૌથી છેલ્લા પરિણામ કાળા અને સુંવાળાવાળના રખેવાળો વાળ ૨વાના થાય તો ખેદ ન કરશો.) Jain Education interratora Por personal Private use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52