Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 20
________________ -૯૯૯ ૯ ૨૯ (૧૮) - ૯૯૦૯૯ સાંભળીએ: “મારી લાગણીઓ અને પ્રેમની ભાષા તે સમજી શકતા નથી. પરંતુ હું ભાઈ તરીકેની જવાબદારીમાંથી જો કણો ઉતરું તો આ અબોલા જીવનું કોણ ? સ્વ. પિતાશ્રી રીખવચંદભાઈ કાપડની દુકાન ચલાવતા હતા ત્યારે ઘરની પરિસ્થિતિ સારી હતી. પરંતુ કાપડની દુકાન ભાગીદારે પચાવી પાડી, એ પછી ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. એ સમયે ૨ ધોરણ સુધી અભ્યાસ કરીને મારે કામ ધંધો કરવો પડ્યો. પિતાજીને દમ, ટી.બી., શ્વાસ, એટેક જેવી અનેક પ્રકારની બિમારીઓએ ઘેરી લીધા ત્યારે મરતા મરતા ત્રણેય બહેનોને સાચવવાની જવાબદારી મારા માથે મૂકતા ગયા. છેલ્લે માતુશ્રી ગજીબેન મૃત્યુ પામ્યા ત્યારે પણ દીકરીઓને સાચવવાનો કોલ આપતા ગયા હતા.” | હેમેન્દ્રભાઈએ આર્થિક તંગીમાંથી બહાર નિકળવા માટે નાની મોટી નોકરીથી કંટાળીને એક બે વાર લોહી વેચીને પણ પૈસા કમાવવા પ્રયત્ન કરેલ પરંતુ બહેનોને દુઃખી કરી નથી. હેમેન્દ્રભાઈ લગ્ન જીવન અંગે વાત કરતા કહે છે કે “પત્નીની ઈચ્છા ત્રણે બહેનોને રસ્તે રઝળતી મૂકીને ઘરથી અલગ રહેવાની હતી. પરંતુ એ મારાથી શક્ય ન હતું એટલે પત્ની સામે કોર્ટમાં જવું પડ્યું, તેમાં સમાધાન કરીને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતા દેવાના ડુંગરમાં દબાઈ ગયો છું. સંબંધીઓનો સહકાર લઈને મેં પૈસા તો ભેગા કર્યા. પરંતુ છેવટે હું બરબાદ થઈ ગયો.” કાંઈ વાંધો નહિ, પણ મારી બહેનો માટે રાજીખુશીથી સહન કરવા હજુ પણ હું તૈયાર છું.” જુના જમાનાનું લાકડાથી હિસતો ફોટો જે સહુને ગમે તો કાયમ હસતો માણસ.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52