________________
-----૯(૧૨)-૯૪-૪૮-૪ -૦૯ ભવ્ય ઉજવણી કરવાની ભાવના સુપુત્ર હેમંતભાઈ (સી.એ.)ના મનમાં હતી જ. બોલી ઉપરને ઉપર વધતી ચાલી, પોતાની શક્તિ બહાર આંકડો આગળને આગળ વધી રહ્યો હતો. એક મોટા આંકડા ઉપર બોલી અટકી, પોતાની એવી શક્તિ હતી જ નહિ, છતાં આવો અપૂર્વ બેનમૂન પ્રસંગનો લાભ લેવા મન અત્યંત લાલાયિત હતું. એમણે નમસ્કાર મહામંત્રનો નવ વખત જાપ કર્યો. મનોમન પરમ તારક અરિહંતદેવને પ્રાર્થના કરી કે “હે પ્રભુ! આટલી મોટી રકમનું સુકૃત કરવાની મારી શક્તિ નથી, મને લાભ લેવાના અત્યંત મનોરથ છે. હે નાથ ! અગર આપને આગળ આમાં મારું ભાવિસારું દેખાતું હોય તો હું આગળની બોલી બોલું, મને આપ આ અમૂલ્ય લાભ અપાવજો.” પ્રાર્થના બાદ એમણે હાઈજમ્પ કરી આગળનો આંકડો રૂા. ૩ર લાખ બોલી દીધો. બોલી એમને મળી ગઈ. એમનો આનંદ આસમાને પહોંચ્યો. ઘરે જઈ માતાજીને પ્રણામ કર્યા. શ્રાવિકા માતાજીએ દયના આશીર્વાદ આપ્યા, “બેટા તે શાલિભદ્રના જીવ સંગમ ભરવાડ જેવું સુંદર સુકૃત કર્યું છે.”
ચમત્કાર હવે સર્જાય છે.! પોતાની કંપની જે ત્રણ ત્રણ વર્ષથી નુકસાનીમાં ચાલતી હતી તેનું ફાયદા હી ફાયદામાં યુ ટર્ન થયું. બહુ જ થોડા સમયમાં પેઢી તરબતર બની ગઈ. નુકસાનીનો ઉંધો ગ્રાફ આવકમાં ઉંચો થતો ચાલ્યો. બોલીના પૈસાથી અત્યંત અધિક મળી ગયું. અધિકાધિક સુકૃત કરવાની મનોભાવના સફળ કરવાની શક્તિ મળી, તક ઝડપતા રહેવાથી ભાવના ફળતી બનતી ચાલી. આવું છે ધર્મનું મહાભ્ય...!
( Never
be
crazy
and
Lazy. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org