________________
બેસાડી પ્રેરણાદાયી વાતો કરાવડાવે દિવસમાં વારંવાર નમસ્કાર મહામંત્રો, ધૂનો, સુંદર ગીતોની કેસેટો સંભળાવ્યા કરે. અવસરે અવસરે ઉપકારી મા ના નામે તેની પાસે અનુમોદના કરાવીને દાનાદિના સુકૃતો કર્યા જ કરે.
આ બધી આત્મિક આરાધનાઓ સાથે સંડાસબાથરૂમથી માંડીને તમામે તમામ સેવા કોઈ નોકર પાસે નહિ પણ જાતે જ દીકરા અને વહુએ ઉલ્લાસપૂર્વક કરી છે. ૬ મહિના સુધી દીકરાએ ઓફિસ-ધંધાને તદન ગૌણ બનાવી દીધો હતો.
આમ, બાહ્ય અને અત્યંતર બંને સેવા દ્વારા ખૂબ સમાધિભાવ દીકરાએ આપી માના ઋણ માંથી કઈક અંશે મુક્ત થયાનો અહેસાસ આ દીકરાએ માણ્યો હતો.
ધન્ય છે આ માતૃભક્ત સુપુત્રને !
ધન્ય છે એની સાચી સમાધિદાયક સેવાને! શું આપણે પણ આમાંથી પ્રેરણા લઈશું ?
જ . ધન પત્ની નહિ, ધર્મ પત્ની :
ઈતિહાસમાં નોંધાયેલી નહીં, પણ આપણી આસપાસ બનેલી આ સત્ય ઘટના છે.
લગ્ન પહેલા બન્ને જણ મળ્યા, થોડીક ઔપચારિક વાતો થયા પછી યુવાને યુવતીને પૂછયું, “તું મને પસંદ છે પણ... મારી એક શરત જો તું મંજૂર રાખતી હોય તો જ આપણાં લગ્ન શક્ય બને.” યુવતીએ પૂછયું : “તમારી શરત શું?”
યુવાન કહે કે, “મારા પપ્પાને બે વાર હાર્ટએટેક આવી (મોતનું કાયમ માટે મોત એટલે જ મોઢા. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org