________________
श्रीहीरविजयसूरिप्रतिष्ठितप्रतिमालेखसंग्रह
રાધનપુર
संवत् १६२४ वर्षे माहा वदि १० शुक्रे प्राग्वाट सा पदमसी भार्या बाई लाली पुत्री बरंबकईरि सूराई बाई वीराई स्वकुटुंबेन बिंबं श्रीशांतिनाथ कारितं तपागच्छे श्री ६ हीरविजयसूरिभिः प्रतिष्ठितं ॥
સં. ૧૬૨૪ના મહા વિદ ૧૦ને શુક્રવારે પ્રાગવાટ જ્ઞાતીય શા. પદમસી, તેમની ભાર્યા બાઈ લાલી, પુત્રીઓ વરબંકઇરિં, સુરાઇ, બાઈ વીરાઇ વગેરે પોતાના કુટુંબીઓએ શ્રીશાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. •
संवत् १६२८ वर्षे वैशाख शुक्लैकादश्यां बुधे उकेशज्ञातीय दो० रत्नपाल भार्या त्रांदनाम्न्या सुतविद्याधरप्रमुखयुतेन श्री श्री श्री श्रीपद्मप्रभप्रतिमा कारिता श्रीतपागच्छाधिराज भट्टारक श्री श्री श्री श्री श्री श्री श्री हीरविजयसूरि
1
સં. ૧૬૨૮ના વૈશાખ સુદ ૧૧ને બુધવારે ઉકેશજ્ઞાતીય દો૦ રતપાલ, તેમની ભાર્યા નામે ત્રાંદે, પુત્ર વિદ્યાધર વગેરેની સાથે શ્રીપદ્મપ્રભ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિએ [પ્રતિષ્ઠા કરી.]
संवत् १६३० वर्षे माघ शुदि १३ वार बुधे पत्त [न] वास्तव्य प्राग्वाटज्ञातीय वुहरा हाडा भार्या धरमणि सु० वधर ..... सध भार्या मटीअदे...... श्रीकुंथुनाथबिंबं करापितं प्रतिष्ठितं तपागच्छे श्रीहीरविजयसूरिभिः
रं नंदत।
સં. ૧૬૩૦ના માહ સુદિ ૧૩ને બુધવારે શ્રીપત્તનના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વોરા હાડા, તેમની ભાર્યા ધરમણિ, તેમના પુત્ર વધ........ સધ, તેમની ભાર્યા મટીઅદે.....શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
.२३८