________________
સં. ભારમલ-સ્ત્રી..
ઇંદ્રરાજ
સં. અજયરાજ
(સ્ત્રીયો બે-જયવંતી-દામા) (સ્ત્રી...રીનાં ૨ નગીનાં)
સં. ચતુર્ભુજ સં. ચૂહડલમલ્લર્સ, વિમલદાસ
સં.સ્વામીદાસ.
સ્ત્રી......કાં.
સં.જદજીવન, સ્ત્રી મોતાં સં. કચરા,
આના પછી (પં. ૧૮થી) જણાવવામાં આવે છે કે-વઇરાટ નગરનો અધિકાર ભોગવતા ઇન્દ્રરાજે પોતાના ઉક્ત કુટુંબ સાથે કલ્યાણાર્થે ઘણું ધન ખર્ચીને ઇન્દ્રવિહાર ઉર્ફ મહોદયપ્રાસાદ નામનું મંદિર બનાવ્યું, જેમાં મૂલનાયક
તરીકે વિમલનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપિત કરી. એ મંદિરમાં બીજી પણ અનેક પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. જેમાંની આ મુખ્ય હતી :- પોતાના પિતાના નામથી પાષાણમય પાર્શ્વનાથની મૂર્તિ, ખાસ પોતાના નામથી પિત્તલમય ચંદ્રપ્રભની મૂર્તિ અને ભાઇ અજયરાજના નામથી ઋષભદેવની મૂર્તિ.
આ પછી લેખમાં, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય હીરવિજયસૂરિનું વર્ણન આપ્યું છે, જેમાં એ આચાર્યે પોતાના જીવનમાં જે જે વિશેષ યા મહાન્ કાર્યો કર્યાં તેમનો સંક્ષિપ્ત રીતે ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખમાં અકબર બાદશાહ સાથેની મુલાકાતનું પણ સૂચન છે જ. ૩૧ થી તે ૩૮ સુધીની પંક્તિઓમાં, એ મહાન્ આચાર્યના શિષ્ય મહોપાધ્યાય કલ્યાણવિજયની પ્રસંશા છે કે જેમના હાથે આ પ્રતિષ્ઠા કાર્ય કરાવવામાં આવ્યું. છેવટે આ પ્રશસ્તિ બનાવનાર પં. લાભવિજય ગુણ, લખનાર પં. સોમકુશલ ગણિ અને ભઇરવ પુત્ર મસરફ ભગત્ મહવાલ, (જે ઘણું કરીને કોતરનાર હશે)નું નામ આપી લેખ પૂર્ણ કરવામાં આવ્યો છે.
मडार
संवत १६२४ वर्षे फागुण शुदि ३ रवौ वृद्धप्राग्वाटज्ञातीय श्रे० मगू भा० करमाईसुत श्रे० ठाकरएम भा० वाछीसुत सिधजी प्रमुख समस्त कुटुंबयुतेन कारितं श्रीआदिनाथबिबं प्रतिष्टितं श्रीमत्तपागच्छनायक श्री ५ हीरविजयसूरीन्द्रैश्चिरं नंदतात् ॥
२८३