________________
એ પ્રશંસામાં, હીરવિજયસૂરિની મુલાકાત લઇ તેમના મનને સંતુષ્ટ કરવા માટે જીવરક્ષા સંબંધી જે ફરમાનો તેણે બહાર પાડ્યા હતા તેમનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો. છે. નવમી પંક્તિમાં વિદ્યમાન રહેલા પાઠ ઉપરથી જણાય છે કે અકબર બાદશાહે વર્ષ ભરમાં બધા મળી ૧૦૬ દિવસ (ષડધિશતવિન) જીવહિંસા નહિં કરવા માટે ફરમાન કર્યું હતું. એ ૧૦૬ દિવસમાંથી ૪૦ દિવસ તો બાદશાહના જન્મમાસ સંબંધી હતા અને ૪૮ સાલ ભરના બધા રવિવારના દિવસો હતા. બાકી રહેલા દિંવસોમાં જૈન ધર્મના પર્યુષણ પર્વના દિવસો (કે જે બીજા અનેક લેખો પ્રમાણે ૧૨ની સંખ્યાવાળા હતા) વિગેરે હતા. તેના પછી ‘વઇરાટ નગર' નૌઃ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બારમી પંક્તિના પ્રારંભમાં લખ્યા પ્રમાણે એ વઇરાટ નગરમાં તાંબા અને ગેરૂ આદિની અનેક ખાણો હતી આ કથનને અબુલ-ફજલની આઇન-એ-અકબરીનો પણ ટેકો મળે છે. તેમાં પણ બૈરાટમાં તાંબાની અનેક ખાણો હોવાનું લખેલું છે. શ્રીયુત ભાંડારકરના લખવા પ્રમાણે ‘આ ગામ તથા એની આસપાસની જગ્યાઓ હજી સુધી ધાતુના કચરાથી ઢંકાએલી છે.’
આ કથન પછી મંદિર નિર્માતાની વંશાવળી આપી છે જે ખંડિત થઇ જવાના લીધે પૂરી જાણી શકાતા નથી: પરંતુ એટલું સ્પષ્ટ જણાય છે કે તેની જ્ઞાતિ શ્રીમાલી અને ગોત્ર રાંકયાણ હતું. તેમજ તેના પૂર્વજોમાં પ્રથમ પ્રસિદ્ધ પુરૂષ સં. નાલ્ડા નામે થયો. વ્હાલા પછીના એક બે નામો જતાં રહ્યાં છે જે ઘણું કરીને તેની સ્ત્રી અને પુત્રનાં હશે. ચૌદમી પંક્તિની આદિમાં એક દેલ્હી નામેની સ્ત્રીનું નામ વંચાય છે. પછીની વંશાવલી આ પ્રમાણે છે ઃ- તેનો પુત્ર સં. ઇસર-સ્ત્રી ઝબકુ; તેમનો પુત્ર સં. રતનપાલ-સ્ત્રી મેદાઇ; તેમનો પુત્ર સં. દેવદત્ત-સ્ત્રી ધર્મી, તેમનો સં. ભારમલ થયો. આ ભારમલને બાદશાહે કાંઇક આપ્યું જેનો ઉલ્લેખ ૧૩મી પંક્તિના નષ્ટભાગમાં કરેલો હતો. ૧૪મી પંક્તિના પ્રમાણે જણાય છે કે ટોડરમલે તેને સારા માનપૂર્વક ઘણા ગામોનો કારભાર કરનાર એક મોટો અધિકાર બનાવ્યો હતો. તે પછી, એ સં. ભારમલનો પુત્ર ઇન્દ્રરાજ અને તેના કુટુંબનાં નામો આપ્યાં છે, જે આ પ્રમાણે છે :
२८२
ON CL