________________
મહં. ગલા (સ્ત્રી મંગાઈ) ના સુત મહં. વીરદાસે સ્વકુટુંબ સાથે, શત્રુંજય ઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિજયદાન અને વિજયહીરના શુભોપદેશથી કરાવી.
ॐ ॥ ॐ नमः ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ दिने गंधारवास्तव्य प्रागवांशज्ञातीय व्यो० समरीआ भार्या बाई । भोलु पुत्री बाई वेरथाई । बाई कीबाई स्वकुटंबेन युतः । श्रीशांतिनाथदेवकुलिका कारापिता । श्रीतपागच्छे विबुधशिरोमणि श्रीविजयदानसूरि श्रीहीरविजयसूरिप्रसादात् ॥ शुभं भवतुं ॥ श्री ॥
આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર દ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલ દેવકુલિકામાં, ૮ પંક્તિમાં કોતરેલો છે. મિતિ સં. ૧૬૨૦ વૈશાખ સુદી ૫ ઉપર્યુક્ત નગર અને જાતિના વ્યો૦ સમરીઆએ, પોતાની ભાર્યા ભોલુ અ પુત્રિઓ બાઇ વેરથાઇ તથા બાઈકીબાઈ આદિ કુટુંબ સમેત, એજ આચાય દ્વયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુલિકા કરાવી.
૩। ૐ નમઃ ।
श्रेयस्वी प्रथमः प्रभुः प्रथिमभाग् नैपुण्यपुण्यात्मना - मस्तु स्वस्तिकरः सुखाब्धिमकरः श्रीआदिदेवः स वः । पद्मोल्लासकरः करैरिव रविर्व्योम्नि क्रमांभोरुहन्यासैर्यस्तिलकीबभूव भगवान् शत्रुञ्जयेऽनेकशः ॥ १ ॥
श्रीसिद्धार्थनरेशवंशसरसीजन्माब्जिनीवल्लभः
पायाद्वः परमप्रभावभवनं श्रीवर्धमानः प्रभुः 1 उत्पत्तिस्थिति[सं]हृतिप्रकृतिवाग् यद्गौर्जगत्पावनी स्वर्वापीव महाव्रतिप्रणयभूरासीद् रसोल्लासिनी ॥ २ ॥
(મહંત) એ એક પ્રકારનો ઇલ્કાબ હોવાનો અનુમાન થાય છે જે પ્રાચીનકાલમાં મંત્રિયો (પ્રધાનો) આદિને આપવામાં આવતો હશે. રાજપૂતાનામાં હજાર સુધી કેટલાએ મહાજન(મહાજનો ઘણાભાગે ઓસવાલો ગણાય છે પરંતુ માહેશ્વરી વિગેરે બીજી જાતોમાં પણ એ શબ્દ વ્યવહત થઇ શકે છે.) ‘કૂંતા’ અને ‘મહતા’ કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઇલ્કાબ મળ્યો હશે; અને પાછળથી વંશપરંપરાગત થઇ વંશના નામનું સૂચક થઇ ગયો હશે. ‘ભૂતા’ અને ‘મહતા’ એ બંને ‘મહત્તમ’ (મહંત)ના અપભ્રંશ હોવા જોઇએ.
२४८