Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 313
________________ प० वजिआ प० ं राजिआभ्यां वृद्धभ्रातृभार्याविमलादे लघुभ्रातृभार्याकमलादे वृद्धभ्रातृपुत्रमेघजी तद्भार्यौमयगलदेप्रमुखनिजपरिवारयुताभ्यां श्रीचिन्तामणिपार्श्वनाथ श्रीमहावीर प्रतिष्ठा कारिता । श्रीचिन्तामणिपार्श्वचैत्यं च कारितं । कृता च प्रतिष्ठा सकलमण्डलाखण्डलाशाहि श्री अकब्बरसन्मानित श्रीहीरविजयसूरीशपट्टालङ्कारहारसदृशैः शाहिश्रीअकब्बरपर्षदि प्राप्तवर्णवादैः श्रीविजयसेनसूरिभिः॥ આ લેખના એકંદર ૬૨ પદ્યો છે. તેમાં પ્રારંભના બે પદ્યોમાં ક્રમથી પાર્શ્વનાથ અને મહાવીર દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩જા કાવ્યમાં ભગવાન્ શ્રીમહાવીરદેવના સુધર્મ ગણધર, જેમની શિષ્ય સંતતિએ આ કાળમાં જૈન ધર્મનું સંરક્ષણ કર્યું છે તેમની પ્રશંસા છે. ૪ થા શ્લોકમાં સંવત્ ૧૨૮૫માં તપાબિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિનો ઉલ્લેખ છે. એ જગચંદ્રસૂરિની કેટલીક પેઢીએ હેમવિમલસૂરિ થયા અને તેમના શિષ્ય આનંદવિમલસૂરિ થયા. (૫) પોતાના સમયમાં સાધુસમુદાયને પોતાના આચારમાં શિથિલ થએલો જોઇ, સંવત્ ૧૫૮૨માં તેમણે ક્રિયોદ્ધાર કર્યો. (૬) અને તેમના પટ્ટધર વિમલસૂરિના શિષ્ય વિજયદાનસૂરિ થયા (૭) અને તેમના પટ્ટધર આચાર્ય સુપ્રસિદ્ધ શ્રીહીરવિજયસૂરિ થયા. (૮) પછીના પ શ્લોકોમાં હીરવિજયસૂરિના પુણ્યાવદાતોનું સંક્ષિપ્ત સૂચન કરેલું છે, તે આ પ્રમાણેઃ- સંવત્ ૧૬૩૯માં તેમને અકબર બાદશાહે ફત્તેપુર (શિકરીં)માં આદરપૂર્વક બોલાવ્યા હતા. બાદશાહે તેમના કથનથી પોતાના સમગ્ર દેશોમાં છ માસ સુધી જીવહિંસા થતી અટકાવી હતી. વળી તેણે પોતાના રાજ્યાં જે ‘જીજીઆ વેરો’ લેવામાં આવતો હતો તેમજ મરેલા મનુષ્યોની સંપત્તિ સરકારમાં જમા કરવામાં આવી હતી તે, એ આચાર્યના ઉપદેશથી બંધ કરાવી હતી. શત્રુંજય નામનું જૈનોનું પવિત્ર સ્થળ બાદશાહે જૈનસમાજનેસ્વાધીન કર્યું હતું અને તેની યાત્રા કરનાર યાત્રી પાસેથી જે ‘મુંડકા વેરો' લેવાતો હતો તે બંધ કરવામાં આવ્યો હતો. મેઘજી નામના એક લંકા મતનો પ્રસિદ્ધ અને આગેવાન સાધુ, પોતાના અનુયાયી એવા કેટલાક બીજા સાધુઓ સાથે, સ્વમતનો આગ્રહ છોડી હીરવિજયસૂરિનો શિષ્ય થયો હતો. ૧૪માં પદ્યથી તે ૨૨માં સુધીમાં એ હીરવિજયસૂરિના મુખ્ય શિષ્ય આચાર્ય વિજયસેનસૂરિના ગુણોનું સંક્ષિપ્ત વર્ણન આપવામાં આવ્યું છે. હીરવિજયસૂરિની માફક એમને પણ અકબર બાદશાહે ઘણા આદરપૂર્વક પોતાની પાસે લાહોર મૂકામે મુલાકાત લેવા બોલાવ્યા હતા. ત્યાં બાદશાહની સભામાંજ કેટલાક બીજા २७१

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356