________________
ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ એવા વડનગર નામના શહેરમાં નાગર જ્ઞાતિની લઘુ શાખામાં ભદ્રસિઆણા ગોત્રવાળો એક દેપાલ ગાંધી કરીને ધર્મિષ્ઠ ગૃહસ્થ રહેતો હતો. તેને અલુઆ નામે પુત્ર થયો અને તેનો પુત્ર લાડિક નામે થયો. એ લાડિકને પોતાની પત્ની (?) નામે પતીથી બાઢુક અને ગંગાધર નામે બે પુત્રો થયા હતા. તેમાં બાઢુઆ પોતાના ધર્મ કર્મથી વ્યાપારિઓમાં મુખ્ય ગણાવા લાગ્યો હતો. તેને બે સ્ત્રિઓ હતી, તેમાં પહેલીનું નામ પોપટી અને બીજીનું નામ હીરાદેવી હતું. પોપટીને કુંઅરજી નામે એક પુત્ર થયો હતો અને હીરાદેવીને ધર્મદાસ, સુવીરદાસ એમ બે પુત્રો હતા. પોતાના આ બધા સ્વજન... બંધુવર્ગ સાથે સાથે બાહુઆ ગાંધી વડનગરથી નિકળી વ્યાપારાર્થે ત્રંબાવતી કે જે સ્તંભતીર્થના નામે પ્રસિદ્ધ છે તેમાં, (ખંભાતમાં) આવીને વસ્યો હતો. ત્યાં એને વ્યાપારમાં પુષ્કળ ધનપ્રાપ્તિ થઇ હતી અને લોકોમાં સન્માન પણ બહુ વધ્યું હતું. આવી રીતે તે સન્માન્ન, સંતાન, ધન અને યશથી દિન પ્રતિદિન અધિક ઉન્નત થતો જતો હતો. તેવા પ્રસંગે તેણે આચાર્યશ્રી હીરવિજયસૂરિનો ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને પૂર્વનો પોતાનો મિથ્યામત છોડી દીધો હતો. આવી રીતે તે પરમ શ્રાવક થયો, અને સાધર્મિક ભાઇઓને તેમજ મુમુક્ષુ વર્ગને દાન આપી, સ્વજનોને સન્માન આપી અને દીનજનોના દુઃખો દૂર કરી, પોતાની સંપત્તિને સફળ કરતો હતો.
શત્રુંજય તીર્થની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીર્થના ચૈત્ય (મંદિર) ને લાકડા અને ઇંટથી બનેલું જોઇ તે બાઢુંઆ ગાંધિએ એક વખતે મનમાં વિચાર કર્યો કે જો આ મંદિરને પાકું બંધાવી સદાના માટે દઢ (મજબૂત) બનાવવામાં આવે તો મહાન પુણ્યની સાથે મ્હારી લક્ષ્મી પણ સફળ થાય. આ વિચારથી પ્રેરાઇ તેણે સંવત્ ૧૬૪૯માં આખું મંદિર નવું તૈયાર કરાવ્યું, અને પછી વિજયસેનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
છેવટના બે પદ્યોમાં, આ ૫૨ દેવકુલિકાયુક્ત પુણ્યના સત્રરૂપ યુગાદિ જિનના મંદિરનું સ્થાયિત્વ કચ્છી આશીર્વાદ આપવામાં આવ્યો છે, અને લેખ સમાપ્ત કરવામાં આવ્યો છે.
२७८
Ole