________________
વિદ્વાનો સાથે એમણે શાસ્ત્રચર્ચા કરી હતી અને તેમાં એમને ‘વિજય’ મળ્યો હતો. હીરવિજયસૂરિના કથનથી જેવી રીતે બાદશાહે પોતાના સામ્રાંજ્યમાં છ મહિના સુધી જીવહિંસા થતી બંધ કરી હતી તેવીજ રીતે એમના કથનથી પણ તેણે પુનઃ કર્યું હતું. વિશેષમાં તેણે આ વખતે ગાય, ભેંસ, બળદ, અને પાડાને મારવાનો, સર્વથા અને સદાને માટે પ્રતિબંધ કર્યો હતો.
અહિંથી પછી, લેખના મુખ્ય નાયક જે પરખ વજીઆ રાજીઆ છે તેમની હકીકત શુરૂ થાય છે.
ગન્ધારપુરમાં, પૂર્વે શ્રીમાલી વંશના પરીક્ષક કુટુંબનો આલ્હણસી નામે એક પ્રસિદ્ધ અને પુણ્યવાન્ ગૃહસ્થ થઇ ગયો. (૨૩) તેનો પુત્ર દેલ્હણસી, તેનો મુહલસી, તેનો સમરા, તેનો અર્જુન અને તેનો ભીમ નામે પુત્ર થયો. (૨૫) ભીમને લાલૂ નામની ગૃહિણીથી જસીઆ નામે સર્વજનપ્રિય પુત્ર થયો, અને તેની સાક્ષાત્ લક્ષ્મી જેવી જસમાદેવી નામે પત્ની થઇ. (૨૪). એ પુણ્યશાલી દમ્પતીને વજીઆ અને રાજીઆ નામે બે પિતૃવત્સલ અને સજ્જનમાન્ય શ્રેષ્ઠ પુત્રો થયા. (૨૬) વજીઆને વિમલાદેવી નામે અને રાજીઆને કમલાદેવી નામે પતિભક્ત પતી હતી. (૨૭) તેમાં મોટા ભાઇને એક મેઘજી નામે સુપુત્ર થયો. (૨૮) પાછળથી વજીઆ અને રાજીઆ બંને પ્રેમપરાયણ ભાઇઓ પોતાની જન્મભૂમિ ગંધાર છોડી ખંભાતમાં આવી રહ્યા. (૨૯) ત્યાં બંને ભાઇઓએ પોતાના હાથે ઉપાર્જન કરેલી અઢળક લક્ષ્મીનો સમાર્ગે વ્યય કરી ખૂબ યશ મેળવ્યું. (૩૦)’તેમની કીર્તિ સર્વત્ર ખૂબ પ્રસરી અને તે તરફ સાર્વભૌમ બાદશાહ અકબરના અને આ તરફ પોર્ટુગાલના ગર્વનરના દરબારમાં તેમણે મળતું હતું. (૩૧) તે બંને ભાઇઓ, આચાર્ય હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના પરમ ભક્ત હતા અને તેમના ઉપદેશાનુસાર નિરંતર ધર્મકાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. (૩૨) આ બંને બંધુઓએ સંવત્ ૧૬૪૪માં વિપુલ ધન ખર્ચી પાર્શ્વનાથ અને વર્ધમાન એમ બે તીર્થંકરોની પ્રતિમાઓની ઘણા આડંબર અને ઠાઠપૂર્વક વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. (૩૩-૩૪) તેમાં પાર્શ્વનાથની પ્રતિમાને ‘ચિન્તામણિ પાર્શ્વનાથ' નામે સ્થાપના કરી. (૩૫) એ પ્રતિમા ૪૧ આંગળ ઉંચી અને શેષનાગથી સેવિત હતી. (૩૬) તેમજ મસ્તક ઉપર સર્પનીં સાત ફણાએ કોતરેલી હતી. (૩૭-૩૮)
સાં
માં લઈ ૨૭૨