________________
सदाचाराब्धीनां पदद्वंद्वांभोजभ्रमरसदृशो
कमलविजयाह्वानसुधियां हेमविजयः
अलंकारैराढ्यां स्त्रियमिव शुभां यां विहितवान् प्रशस्तिः श[स्तै ]षा जगति चिरकालं विजयताम् ॥ ६७ ॥
इति सौवर्णिकसाह श्रीतेजः पालोद्धतविमलाचल
मण्डन श्री आदीशमूलप्रासादप्रशस्तिः
बुधसहजसागराणां
···
विनेयजयसागरोऽलिखद्वर्णे:
!!
|| • ૬૮ ||
.
शिल्पि भ्यामुत्कीर्णा माधवनानाभिधानाभ्याम् (પિપ્રાપ્તિમાં ફ′િા-૨/૧૦-૧) મુખ્ય મંદિરના પૂર્વદ્વારના રંગમંડપમાં, નં. ૧ વાળા લેખની સામી બાજુએ આવેલા સ્થંભ ઉપર, આ નં. ૧૨નો શિલાલેખ આવેલો છે. શત્રુંજય ઉપરના વિદ્યમાન લેખોમાં આ લેખ સૌથી હોટો છે. એની કુલ ૮૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં ૪૦ થી ૫૦ અક્ષરો આવેલા છે. જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના સદુપદેશથી, ખંભાત બંદરના મહાન્ ધનિક સાહ તેજપાલ સૌવર્ણિકે શત્રુંજ્યના એ મહાન્ મંદિરનો સવિશેષ પુનરૂદ્ધાર કરી, તેને ફરીથી તૈયાર કરાવ્યું અને હીરવિજયસૂરિના પવિત્ર હાથે તેની પ્રતિષ્ઠા કરાવી તે સંબંધી વર્ણન આમાં આપવામાં આવેલું છે. આ આખા લેખનો સાર આ પ્રમાણે છે :
પ્રથમના બે પદ્યોમાં આદિનાથ ભગવાન અને વર્ધમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસંતતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવર્તે છે તે શ્રીસુધર્માગણધરની સ્તવના છે. (૫. ૩) સુધર્માગણધરની શિષ્ય પરંપરામાં સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના બે આચાર્યો થયા જેમનાથી કૌટિકગણ પ્રસિદ્ધિ પામ્યો. (૫. ૪) ત્યાર બાદ વજ્રસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજ્ર શાખા પ્રખ્યાત થઇ. (પ. ૫) વજ્રસેનસૂરિના નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિષ્યો થયા જેમનાથી તેજ નામના ૪ જુદા જાદા કુલો વિખ્યાતિ પામ્યાં. (૫. ૬-૭) પહેલા ચાંદ્રકુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ
२५८