________________
હાથિયોનો નાશ કરવા માટે જાણે તત્પર થયેલા હોય તેવા ૨૧ સિંહો એ મંદિર ઉપર શોભી રહ્યા છે. (૫. ૪૯) ચારે દિશાઓમાં ૪ યોગિનિઓ અને ૧૦ દિક્પાલો પણ યથાસ્થાન સ્થાપિત છે. (પ. ૫૦-૧) એ મહાન મંદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ તેટલીજ જિનમૂર્તિઓથી ભૂષિત થયેલી છે (૫. ૫૨.) ૪ ગવાક્ષો (ગોખલાઓ) ૩૨ પંચાલિકા (પૂતલિયો) અને ૩૨ તોરણોથી આ મંદિરની શોભા અલૌકિક દેખાય છે. (પ. ૫૩-૬.) વળી એ મંદિરમાં, ૨૪ હાથિઓ અને બધા મળી ૭૪ સ્તંભો લાગેલાં છે. (૫. ૫૭-૮.) આવું અનુપમ મંદિર જસુ ઠક્કુરની સહાયતાથી સંવત્ ૧૬૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યું, અને તેનું ‘નંદિવર્ઝન’ એવું નામ સ્થાપન કર્યું. આ ચૈત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું, તે જોઈ લોકો તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. (પ. ૫૮-૬૦.) સંવત્ ૧૬૫૦ માં, બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજયની યાત્રા કરી અને તેજ વખતે શ્રીહીરવિજયસૂરીના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (૫. ૬૧-૨.)
આ મંદિરના ઉદ્ધારની સાથે, (૧) સા. રામજીનું (૨) જસુ ઠકકુરનું, (૩) સા. કુંઅરજીનું, અને (૪) મૂલા શેઠનું; એમ બીજા પણ ૪ મંદિરો તૈયાર થયાં હતાં કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે, આજ સમયે કરી. (પ. ૬૨-૫.)
વસ્તા નામના સૂત્રધારે, કે જેનું શિલ્પચાતુર્ય જોઇ વિશ્વકર્મા પણ તેનો શિષ્ય થવા ઇચ્છે, તેણે આ રમણીય મંદિર બનાવ્યું છે. (૫. ૬૬.) સદાચારના સમુદ્રસમાન શ્રીકમલવિજયવિબુધના ચરણસેવક શ્રી હેમવિજય “કવિવરે અલંકારયુક્ત આ શુભ પ્રશસ્તિ બનાવી છે કે જે ચિરકાલ સુધી જગત્માં જયવંતી રહો. (૫. ૬૭.)
પંડિત સહજસાગરના શિષ્ય જયસાગરે આ પ્રશસ્તિ શિલાપટ્ટ ઉપર લખી અને માધવ તથા નાનાનામના શિલ્પિઓએ કોતરી છે. (૫. ૬૮)
॥ ૩॥ સં૦ ૬૬૦ [0] ધૈ પૂર્ણિમાાં સુવિદિતસાધુક્ષીરસાગરप्रोल्लासशीतपादानां निजवचनरंजितसाहि श्रीअकब्बरप्रदत्त श्रीसिद्धशैलानां भट्टरारकश्रीविजयसेनसूरिप्रमुखसुविहितभक्तिभरसेव्यमानपादारविंदानां श्री६ श्रीहीरविजयसूरिपादानां माहात्म्यप्रीणितसाहिनिर्मितसकलसत्वद्रव्यग्रहण [मु]क्तिकायां प्रथमचैत्र पूर्णिमायां तच्छिष्यसकलवाचककोटि-कोटीरशतकोटि श्री६ श्रीविमलहर्षगणिभिः ।
२६१