Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool Author(s): Hanssagar Publisher: Motichand Dipchand Shah View full book textPage 4
________________ 151973 પ્રાકથન. જીવદયાના પાલન વિષે આ શ્રી હરિબલ મચ્છીનું દષ્ટાંત અજોડ ' છે. શ્રી જિનેશ્વર ભગવંતકથિત અહિંસાધર્મનું પ્રાથમિક પાલન કરવા સજજ થએલ પુણ્યવંત આત્માઓને આ દષ્ટાંત અહિંસા ધર્મમાં પ્રવેશ કરવા પરમ આલંબનભૂત છે. શ્રી વંદિતસૂત્રની ટીકાની અંતર્ગત શોભતા આ 500 શ્લોક પ્રમાણુ ઉત્તમ દષ્ટાંતને પણ અનુવાદ પૂ. ઉપ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે શ્રી વંદિત્તસૂત્રના અનુવાદની સાથે ચાર વર્ષ પહેલાં કરેલ છે. અને તે અનુવાદમાં પણ તેમાંના શ્રી જયકુમાર અને વિજયકુમારનાં ચરિત્રના અર્થો અને અનેક સ્થળે અધૂર અનુવાદ થવા પામેલ છે. મહાન પૂર્વાચાર્યવિરચિત આવા અપૂર્વ અને આવશ્યક ગ્રંથન સમાજને શુદ્ધ અને સર્વગસ પૂર્ણ અનુવાદ પ્રાપ્ત થવાને બદલે એ રીતે વિપરીત અર્થવાળો, અશુદ્ધ અને અપૂર્ણ અનુવાદ પ્રાપ્ત થવા પામે છે, તેમાં સમાજને સત્ય વસ્તુસ્વપથી વંચિત રહેવા જેવું બને છે. આ વસ્તુ શોચનીય અને શ્રી વંદિત્તસૂત્રનો તે સમરત અશુદ્ધ અનુવાદ અમારા તરફથી જેમ સાયંત શુદ્ધ તૈયાર થઈ રહેલ છે, તેમ તે સાથે તેમાંના આ અપૂર્વ દષ્ટાંતને પણ અશુદ્ધ અને વિપરીત અર્થો વગેરે દૂર કરવાપૂર્વક યથાશક્તિ સર્વાગશુદ્ધ તૈયાર કરવામાં આવેલ છે. વાચકે આ અનુવાદને પૂ ઉ. શ્રી ધર્મસૂરિજી મ. કૃત તે વંદિત્તસૂત્રના અનુવાદમાંના આ દષ્ટાંતના અનુવાદ સાથે મેળવી જશે તે સ્વતઃ ખાત્રી થશે કે-“પૂ. ઉ. મ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજશ્રીએ સમાજને સદંતર અસ્તવ્યસ્ત જ અનુવાદ પીરસેલ છે. અને તે ભારે ખેદદિલીની વાત છે.” પૂ. ઉપા. શ્રી વિજયધર્મસૂરિજી મ. ને પણ વિનંતી છે કે-આપે વિચેલ તે અનુવાદની ખલનાઓમાં કોઈ જે મારી ભૂલથી રજૂ થતી હેય ને તે સુધારવાની તક આપવા સારુ (જ્ય- વિજ્યકુમારનાં દષ્ટાંતની બકની જેમ આ બુક પણ વાંચીને તેવી ખલના જણાવશો. ભૂલે હશે તે આપનો ઉપકાર જાહેર કરવાપૂર્વક અનુવાદના છેડે સુધારા શિર્ષકાળે જરૂર જાહેર કરીશ. ' હું સસાગર Scanned with CS CamScanner P.P. Ac. Guaratnasuri M.S. Jun-Gun AaradhakuwaPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 102