Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ચઢાવીને એક-એક ચિત્ર દોર્યું છે. તેઓનું નામ છે પ્રેમ રાવળ. મને કૌતુક થયું કે આ ગ્રંથ તેમને પરંપરાથી તો પ્રાપ્ત નથી છતાં તેમાંનું ઊંડાણ તેમને સ્પર્શી ગયું, તો આ ગ્રંથમાં કેટલી શક્યતા ભરી પડી છે. આ પ્રસંગે એક ગ્રંથ ઉપર ધ્યાન દોરવા મન થાય છે. જ્ઞાનસાર ઉપર શ્રી દેવચન્દ્રજી મહારાજે જ્ઞાનમંજરી નામની જે સંસ્કૃત વૃત્તિ રચિ છે તેમાં શ્રી દેવચન્દ્રજી મહારાજે ગ્રંથને શાસ્ત્રપાઠની સાક્ષી આપીને ગ્રંથનું ઘણું ગૌરવ વધાર્યું છે તે પણ નોંધપાત્ર છે. અહીં માલતીબહેને પણ એક એક અષ્ટકના વિષયને સમજવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તેમણે ગૃહસ્થ જીવનની બધી જવાબદારી નિભાવતાં નભાવતાં આવા ગંભીર અર્થસભર ગ્રંથને સમજવાનો પ્રયત્ન કર્યો છે તે ખૂબ જ ઉમળકાભેર આવકારને પાત્ર છે. આવા ગ્રંથને વાંચી-ભણી વાગોળીને તેની સમાન વિચારશીલ વર્ગ સાથે ગોષ્ઠી કરવી જોઈએ જેથી તેના વધુ આયામો ખૂલતાં આવે. તેથી તત્ત્વજ્ઞાન તો મળે છે, સાથે જીવનધર્મનો બોધ થાય છે. કોઈપણ ગ્રંથકાર જે ગ્રંથ રચે તેમાં પૂર્વ પુરુષોના વિચારમાં, તેની પરંપરામાં પોતાના ચિંતન અનુભવને કાલવીને, જે પરંપરામાંથી લીધું તેમાં જ કાંઈ ઉમેરો કરીને એ પરંપરાને આગળની પેઢીના હાથમાં પહોંચાડે છે. આમ સાંકળ ચાલતી રહે છે. શ્રી માલતીબહેન આ સ્વાધ્યાય કરીને, તેને આ રીતે રજૂ કરીને અનેક નવા તત્ત્વપ્રેમીને આ તરફ આકર્ષશે એ જ મોટો લાભ છે. બધાં યોગ્ય જીવો આના સ્વાધ્યાય તરફ વળે તે જ આ પુરુષાર્થની ફળશ્રુતિ છે. તે સિદ્ધ થાઓ. જેસર, સૌરાષ્ટ્ર વિ.સં. ૨૦૫૬, વસંતપંચમી પ્રદ્યુમ્નસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198