Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ હદયના ઉમળકાથી આવકારીએ સ્વનામધન્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ-રચિત “જ્ઞાનસાર' ગ્રંથ ઉપરના શ્રી માલતીબહેને લખેલા મહાનિબંધને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. બહુ જ ઓછા ગ્રંથો કાળજયી હોય છે. જેમ કાળ વીતે તેમ તેને કાટ તો નથી લાગતો બલ્ક તેનો ચળકાટ વધે છે તે પૈકીનો ગ્રંથ છે જ્ઞાનસાર. શ્લોકસંખ્યા તો અલ્પ છે (માત્ર ર૭૩) પણ તેમાં જે ચિંતન ભર્યું છે, અનુભવથી નિપજેલું સત્ય રજૂ થયું છે, નિરાભરણ છતાં નિતાંત સુંદર છે. હૃદયમાંથી આવેલી વાણી સીધી હૃદયને સ્પર્શે છે. આવી વાણીના વરદાનને પામેલી વાણીના, વ્યક્તિએ વ્યક્તિએ સૈકે સૈકે અલગ અલગ અર્થઘટન થવાના. એકની એક વ્યક્તિ પણ અલગ અલગ મનઃસ્થિતિમાં, અને પલટાતાં સમયસંયોગમાં જો તેનો સ્વાધ્યાય કરે છે તો તેને પણ તેના નવા નવા અર્થ લાધે છે. ઘણું ઊંડાણ ભર્યું છે આમાં. ભિન્ન ભિન્ન વ્યક્તિને પોતાની નજરે આમાં કાંઈક નિરાળું જ દેખાય છે. મારી પોતાની જ વાત કરું તો જ્ઞાનસાર ગ્રંથના અષ્ટકોમાંથી એકથી વધુ વાર પસાર થવા છતાં હમણાં ફરી સ્વાધ્યાય ર્યો ત્યારે પહેલા જ અષ્ટકમાં પૂર્ણતાની વ્યાખ્યા વાંચીને વિચારી તો અંદર અજવાળું પથરાઈ ગયું. ચિરકાળ સુધી લીલીછમ રહે તેવી સુરતરુવર શાખાની લેખિનીનો જ આ જાદુ છે. સંસ્કૃત ભાષાનો પણ આમાં ફાળો છે. અક્ષર તો માત્ર સોળ છે; અર્થનું ઊંડાણ કેટલું છે. “શબ્દો તો લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે” એ ન્યાયે આ પંક્તિ ઉત્તમ લાગી. पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । અર્થ : જે પદાર્થો વડે કૃપણ જીવો પોતાને પૂર્ણ માને છે તે પદાર્થ તરફની ઉપેક્ષાઉદાસીનભાવ તેનું નામ પૂર્ણતા. આ વાતનો જેમ જેમ વિચાર કરીએ તેમ તેમ તેમાં રહેલું અર્થગાંભીર્ય આપણને દેખાય છે. આવી તો પંક્તિ પાને પાને પથરાયેલી છે. આ તો માણે તે જાણે એવું છે. હમણાં તાજેતરમાં અમદાવાદના એક ચિંતક ચિત્રકારે જ્ઞાનસારના બત્રીસ અષ્ટકનાં બત્રીસ ચિત્ર તૈયાર કર્યા. દરેક અષ્ટકના કેન્દ્રવર્તી વિચારને ચિંતન-મનનની સરાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198