________________
લખાણો એકત્ર કરવાં, એમાંથી ગ્રંથસ્થ કરવા ગ્ય લખાણોની વરણી કરવી, કેટલાંક લખાણની નકલ કરાવવી, પૂ. મહારાજશ્રી અંગેના વિદ્વાનો અને બીજાઓના લેખે એકત્ર કરવા, અને એ બધાંની સંકલન કરીને ૫૦૦-૬૦૦ પાનાંનો ગ્રંથ છપાવીને સમયસર તૈયાર કરે –આ બધા માટે સમય ઓછો હતો, અમારી શક્તિઓની પણ મર્યાદા હતી, છતાં પૂજ્ય મહારાજશ્રી પ્રત્યેની અમારી ભક્તિ અને પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તરફથી સતત મળતાં રહેલ હેતભર્યા પ્રત્સાહન અને પ્રેરણા અમારામાં નિરંતર બળ પૂરતાં રહ્યાં છે; ઉપરાંત, અમને દરેક વ્યક્તિ તરફથી મોંમાગી મદદ પણ મળતી રહી છે. એને પ્રતાપે અમે “જ્ઞાનાંજલિ” ગ્રંથને સમયસર પૂરો કરી શક્યા છીએ. આ છે આ ગ્રંથની નાની સરખી જન્મકથા. - પૂજ્ય મહારાજશ્રીની સર્વસ્પર્શી, મર્મગ્રાહી અને પારગામી વિદ્વત્તાનો ખ્યાલ એમનાં સંપાદને, લખાણો કે એમની સાથેની જ્ઞાનચર્ચાથી, અને એમના સંયમપૂત, ઉદાર અને સમભાવસભર વ્યક્તિત્વને
ખ્યાલ એમના થોડાક સંપર્કથી પણ આવી શકે એમ છે. વળી, તેઓશ્રીની જ્ઞાનગરિમાનું, તેઓશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વનું અને વિદ્વાન અને ઇતર વર્ગના એમના પ્રત્યેના ભક્તિભાવનું સુભગ દર્શન આ ગ્રંથમાંથી પણ લાધી શકે એમ છે. એટલે તેઓશ્રીના પાંડિત્ય, વ્યકિતત્વ કે આ ગ્રંથની સામગ્રી અંગે અમારે કંઈ કહેવાનું છે જ નહીં. આ ગ્રંથમાં સંગ્રહાયેલી સાહિત્યસામગ્રી પોતે જ પોતાની વાત કહે, એ જ બરાબર છે.
આ ગ્રંથને અનુલક્ષીને અમારે જે કંઈ કહેવાનું છે, તે કેવળ એના સંપાદન અંગે જ કહેવાનું છે, જે મુખ્યત્વે આ પ્રમાણે છે: ' (૧) મહારાજશ્રીનાં બધાં લખાણો એકત્ર કરવા અમે યથાશક પ્રયત્ન કર્યો છે; છતાં કોઈ લખાણું અમારા ધ્યાન બહાર રહી ગયું હોય એવું બનવા જોગ છે. આવું કઈ મહત્ત્વનું લખાણ રહી ગયાનું જેઓના ખ્યાલમાં આવે, તેઓ એની માહિતી આ ગ્રંથનું પ્રકાશન કરનાર સંસ્થા ઉપર લખી મોકલવાની કૃપા કરે.
(૨) એકત્ર કરેલ લખાણોમાંથી જે લખાણો અમને ગ્રંથસ્થ કરવા યોગ્ય એટલે સ્થાયી ઉપયોગિતા અને ગુણવત્તાવાળાં લાગ્યાં તે લખાણોને જ મુખ્ય જ્ઞાનાંજલિ'માં પુનર્મુદ્રિત કરીને સંગ્રહી લેવામાં આવ્યાં છે.
(૩) આ લખાણોના પુનર્મુદ્રણ સમયે જે બાબતો વધારે પડતી પ્રાસંગિક લાગી અથવા તો જેને કમી કરવાથી મુખ્ય વસ્તુને સમજવામાં કશી ખામી આવે એમ ન લાગ્યું, એવી કેટલીક બાબતો કમી કરવામાં આવી છે, અને કેટલેક સ્થાને એની નોંધ પણ મૂકવામાં આવી છે. જોકે આ સંક્ષેપ બહુ જ ઓછાં સ્થળોએ કરવામાં આવ્યા છે, છતાં જેઓને એ અંગે જિજ્ઞાસા થાય તેઓ એ મૂળ લખાણ જઈ શકે છે, કારણ કે કયું લખાણું ક્યાંથી લેવામાં આવ્યું છે, એનો સ્થળનિર્દેશ દરેક લખાણને અંતે આપવામાં આવ્યો છે. આ લખાણોમાંનાં કેટલાંક લખાણે કોઈ વિશિષ્ટ પ્રસંગે મહારાજશ્રીએ કરેલ પ્રવચનરૂપ પણ છે.
(૪) પુનર્મુદ્રણ સમયે આ લખાણોમાં કોઈ અશુદ્ધિ રહેવા ન પામે તે માટે પૂરેપૂરી ચોકસાઈ રાખવા છતાં એમાં ભૂલ કે અશુદ્ધિ રહી જવાનો સંભવ નકારી શકાય નહીં. તેમાંય છાપકામ ઝડપથી કરવાનું હોય ત્યાં આવી સંભાવના વિશેષ ગણાય. આ અંગે અમારે આ ગ્રંથના વાચકો તથા આ ગ્રંથમાંના લેખોનો ઉપયોગ કરનારાઓને એક જ વિનતિ કરવાની કે જ્યાં પણ અશુદ્ધિ રહી ગયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org