Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 12
________________ સંપાદકીય નિવેદન ગઈ દિવાળી પહેલાંની વાત છે. વડોદરાના જ્ઞાનભક્તિપરાયણ શ્રીસંધના ભાવનાશીલ આગેવામાં એક શુભ વિચાર જાગ્યો હતોઃ પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજ વીસે વર્ષે વડોદરામાં ચાતુર્માસ રહ્યા છે, તો એમના આ ચાતુર્માસ નિમિત્તે કંઈક એવું કામ કરવું જોઈએ કે જે એમના પ્રત્યેની આપણું ભક્તિનું પ્રતીક બની રહે, સાથે સાથે એમની સાહિત્યદ્વારની પ્રવૃત્તિને અનુરૂપ તેમ જ સહાયરૂપ પણ હોય. આ ઉત્સવ યોજવા માટે કઈ સુયોગ્ય નિમિત્તને વિચાર કરતાં પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિ શ્રી ચંદ્રોદય વિજયજી મહારાજે તેઓને સૂચવ્યું કે વિ. સં. ૨૦૨૫ના માહ વદિ પાંચમને દિવસે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને દીક્ષા લીધાં ૬૦ વર્ષ પૂરાં થાય છે. એ નિમિત્તે શ્રીસંઘ ઇચ્છે તો મહારાજશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિને સમારોહ યોજી શકે. આ સમારોહ મહારાજશ્રીની આજીવન જ્ઞાનોદ્ધારની સમ્પ્રવૃત્તિને અનુરૂપ હેય. - શ્રીસંઘે આ વિચારને સહર્ષ વધાવી લીધું. આ માટે શે કાર્યક્રમ યોજવ એની વિચારણા ચાલી. પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજીની આજ્ઞાથી અમે બધા તેઓશ્રીના સાંનિધ્યમાં ભેગા થયા; આ વખતે વડોદરા સંઘના કાર્યકર અને અમારા સ્નેહી શ્રી વાડીભાઈ વૈદ્ય, શ્રી રસિકલાલ છગનલાલ શાહ વગેરે પણ હાજર હતા. પહેલે વિચાર એ આવ્યો કે આ પ્રસંગ નિમિત્તે જુદા જુદા વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખોથી સમૃદ્ધ એક અભિનંદન ગ્રંથ પ્રગટ કરે. પણ છેવટે સવિસ્તર વિચારણાને અંતે પૂજ્ય મહારાજશ્રીનાં જુદા જુદા ગ્રંથના ઉપઘાતરૂપે કે જુદાં જુદાં સામયિકમાં લેખરૂપે છપાયેલાં છૂટાંછવાયાં લખાણોને તેમ જ મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અને બહુમાનની લાગણી દર્શાવતાં વિદ્વાનો અને અન્ય વ્યક્તિઓનાં લખાણોને સમાવી લેતે એક અભિવાદન ગ્રંથ “જ્ઞાનાંજલિ” નામથી પ્રગટ કરે, એ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યા. મતલબ કે મહારાજશ્રીનાં પોતાનાં લખાણો અને મહારાજશ્રી અંગેનાં બીજાઓનાં લખાણોને સંગ્રહે, એ “જ્ઞાનાંજલિ' ગ્રંથની મર્યાદા આંકવામાં આવી; અને એ જ વખતે એક સંપાદક-મંડળ રચવામાં આવ્યું. અમારી વિનંતિથી પૂજ્ય પંન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજે સંપાદક-મંડળના વડીલ સ્થાને રહેવાનું મંજૂર રાખ્યું. અને સમય મર્યાદિત હતો અને કામ ઘણું હતું એટલે તરત જ તેઓની વાત્સલ્યસભરી પ્રેરણા નીચે કામની શરૂઆત કરી દેવામાં આવી. સમારંભની તિથિ પણ પૂ. મહારાજશ્રીની દીક્ષા તિથિ માહ વદિ પાંચમ અને તે પછીના બે દિવસ નકકી કરવામાં આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 610