________________
વયોવૃદ્ધ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસ શ્રી ચંદનવિજયજી મહારાજ તરફથી પણ અમને આ કાર્યમાં પ્રોત્સાહન મળતું રહ્યું છે, અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ મારા માટે વડોદરા પધાર્યા તેમાં તેઓ પણ નિમિત્ત છે, એટલે આ પ્રસંગે અમે તેઓને પણ આભાર માનીએ છીએ.
આ ગ્રંથ આટલા ટૂંકા સમયમાં તૈયાર થઈ શક્યો, એમાં અમદાવાદના પ્રેસોનો સાથે કંઈ ઓછા ધન્યવાદને પાત્ર નથી. શારદા મુદ્રણાલયે તે આ દિવસોમાં પોતાની સમગ્ર સાધન-સામગ્રી અને શક્તિ જાણે આ ગ્રંથ પાછળ જ લગાવી હતી. આ માટે અમે એ પ્રેસના સંચાલકો–માલિકે અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સ્વર્ગસ્થ માલિકો શ્રી શંભુભાઈ તથા શ્રી ગોવિંદભાઈને અનુગામીઓ ભાઈ કાંતિલાલ ગોવિંદલાલ શાહ તથા ભાઈ ઠાકોરલાલ ગોવિંદલાલ શાહને ધન્યવાદ આપીએ છીએ.
ઉપરાંત વસંત પ્રિન્ટિંગ પ્રેસ અને એના મુખ્ય સંચાલક શ્રી જયંતિલાલ દલાલને, એનું કવર ડિઝાઈન દોરી આપવા બદલ ચિત્રકાર શ્રી રજનીભાઈ વ્યાસને અને ટૂંક સમયમાં પુસ્તકનું બાઇડિંગ કરી આપવા બદલ સાંભારે એન્ડ બ્રધર્સને પણ ધન્યવાદ આપીએ છીએ.
આ “જ્ઞાનાંજલિ' ગ્રંથનું પ્રકાશન થતાં પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનાં છૂટાંછવાયાં અનેક લખાણો ગ્રંથસ્થ થઈ શક્યાં એ જોઈને, જાણે મહારાજશ્રીનાં લખાણો ગ્રંથસ્થ થઈને સૌને માટે સુલભ બને એવા અનેક વિદ્યાપ્રેમીઓ અને મહારાજશ્રીના અનુરાગીઓના મનોરથો સફળ કરવાના અમે એક નમ્ર નિમિત્ત બન્યા હોઈએ, એવી હર્ષોલ્લાસની લાગણી આ પ્રસંગે અનુભવીએ છીએ; અને આટલા પ્રાસંગિક નિવેદન સાથે આ ગ્રંથ શ્રીસંધના કરકમલમાં ભેટ ધરીએ છીએ. aઝ શાંતિઃ શુભ ભવતુ !
પટોળિયા પિપળ, વડોદરા વિ. સં. ૨૦૨૫, વસંતપંચમી તા. ૨૨-૧-૧૯૬૯, બુધવાર
ગુણાનુરાગી વાડીલાલ મગનલાલ વૈદ્ય
પ્રમુખ સાગરગચ્છ જૈન ઉપાશ્રય કાર્યવાહક કમિટીની વતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org