Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth Author(s): Ramnikvijay Gani Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara View full book textPage 9
________________ કર્યું હતું, એટલે અમારા શ્રી સંઘમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તતે હતો; અને આબાલ-ગેપાલ સૌકોઈની એવી હાર્દિક ભાવના હતી કે આવા ઉત્તમ અવસરનો યથાશક્તિ લાભ લઈ લેવો, અને મહારાજશ્રીના આ ચતુર્માસની પવિત્ર સ્મૃતિરૂપે, મહારાજશ્રીને પસંદ હોય એવું કંઈક પણ ધર્મ-જ્ઞાન-પ્રભાવનાનું કાર્ય કરવું. આ પ્રસંગ આ રીતે જ્ઞાનભકિતરૂપે ઊજવાય છે, તેનું બીજું કારણું વડોદરાના શ્રી સંઘને એના પૂજ્ય ગુરુ તરફથી મળેલા જ્ઞાનભક્તિના સુસંસ્કાર છે. યુગદ્રષ્ટા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, સાધુતા અને સમતાની મૂર્તિ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ—એ ત્રણે મહાપુરુષો વડોદરાની વિભૂતિઓ છે. ઉપરાંત, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચતરવિજયજી મહારાજનું વતન વડેદરાની નજીકનું છાણી ગામ છે, અને પરમપૂજય ચતુરવિજ્યજી મહારાજના શિષ્યરત્ન આગમપ્રભાકર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું વતન કપડવંજ હોવા છતાં, પોતાના વડીલના વડોદરા સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે, પાટણ અને અમદાવાદની જેમ, વડોદરા પણ એમની કર્મભૂમિ રહ્યું છે. આ પાંચે સાધુપુરુષેએ શ્રીસંધમાં એક યા બીજા રૂપે જ્ઞાનગંગાને પ્રવાહિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ આજે, ૭૩-૭૪ વર્ષની વૃદ્ધ ઉંમરે પણ, ઊંઘ અને આરામને ભૂલીને, એ જ ઉત્સાહ અને ખંતથી, એ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે. વળી, જે વર્ષમાં પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજનો જન્મ અને પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આત્મારામ (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજનો સ્વર્ગવાસ થયો તે જ વર્ષમાં, વિ. સં. ૧૯૫૨માં, પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી, વડોદરાના શ્રીસંઘે શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરી હતી, અને તે બાદ પચીસેક વર્ષ પછી તેઓશ્રીની પ્રેરણાથી છાણીમાં શ્રી છોણી જૈન જ્ઞાનભંડારની સ્થાપના કરવામાં આવી હતી. વળી, ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના દેશ-વિદેશમાં વિખ્યાત બનેલ જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથના સંપાદન-સંશોધનનું મહાન અને આદર્શ કાર્ય મુખ્યત્વે પૂજ્ય ચતુર વિજ્યજી મહારાજ તથા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ગુરુ-શિષ્યની જેડીના અવિરત પરિશ્રમ અને મર્મસ્પર્શી વિદ્વત્તાને જ આભારી છે. આ રીતે આ પાંચ જ્ઞાની અને જ્ઞાનપ્રભાવના નિરત ગુરુવર્યોના (તેમ જ એમના સમુદાયના અન્ય મુનિવરેના પણ) સત્સમાગમને કારણે વડોદરા શ્રીસંઘને જ્ઞાનની ભક્તિ અને જ્ઞાનની પ્રભાવના કરવાના જે સંસ્કારો મળ્યા, તે પણ દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિના પ્રસંગની આવી જ્ઞાનભક્તિરૂપ ઉજવણી કરવામાં સારું એવું નિમિત્ત બન્યા છે. અહીં એ વાતની નોંધ કરતાં આનંદ થાય છે કે કોઈ પણ જાતની પદવી સ્વીકારવાનો સદંતર ઇનકાર કરતા પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને, વિ. સં. ૨૦૧૦માં, પૂ. પં. શ્રી ચંદનવિજ્યજી તથા સ્વ. પૂ. પં. શ્રી રમણીકવિજયજીની પંન્યાસ પદવીન સમારંભમાં, વડોદરાના શ્રીસંઘે “આગમપ્રભાકરનું બિરુદ અર્પણ કર્યું ત્યારે તેઓએ એનો મૌનભાવે સ્વીકાર કર્યો, તે તેઓશ્રીની વડોદરા શ્રી સંઘ પ્રત્યેની ધર્મનેહભરી મમતાનું જ સુપરિણામ છે. આવા જ્ઞાનમૂર્તિ અને મમતાળુ ધર્મગુરુની અલ્પસ્વલ્પ ભક્તિ કરવાનો અમને અવસર મળ્યો તેથી અમે એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન પૂજ્યપાદ મહારાજશ્રી પ્રત્યે અનન્ય અને અંતરની ભક્તિ ધરાવતા સંપાદક-મંડળના સભ્યોને જ આભારી છે. બહુ જ ટૂંકા સમયમાં પૂજ્ય મહારાજશ્રીનાં લખાણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 610