________________
સંગ્રહ કરે, એમાંથી પ્રકાશનક્ષમ લખાણોની પસંદગી કરવી, એમાંથી કેટલાંક લખાણની નકલો કરાવવી, મહારાજશ્રીનાં નામ અને કામથી પરિચિત મહાનુભાવો અને વિદ્વાનો પાસેથી મહારાજશ્રી અંગેનાં લખાણો મંગાવવા અને એ બધાંનું ઝડપથી સુઘડ મુદ્રણ કરાવીને ગ્રંથને સમયસર તૈયાર કરી આપ–એ કેવળ પિસાથી નહીં પણ નિર્ચાજ ભક્તિથી જ થઈ શકે એવું કાર્ય છે. આ માટે અમે સંપાદક-મંડળના સભ્યના ખૂબ આભારી છીએ. - આ ગ્રંથના સંપાદક-મંડળ તરફની અમારી કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરતી વખતે એક વાતની નોંધ લેતાં ચિત્ત ભારે આઘાત અને વિષાદની લાગણીથી ભરાઈ જાય છે : સંપાદક-મંડળના મોવડી, સંપાદક મિત્રોના પ્રેરણાસ્થાન અને દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિના સમારોહના પ્રેરક અને પ્રાણ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજ આજે હયાત નથી! ગઈ મેરુ તેરસના દિવસે પરોઢિયે સવા પાંચ વાગે, છાણુ મુકામે, પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સાંનિધ્યમાં, પ્રતિક્રમણ કરતાં કરતાં તેઓ સ્વર્ગવાસ પામ્યા ! આ ગ્રંથના પ્રકાશન વખતે અને અ: ધર્મોત્સવ વખતે હાજર હોત તો તેઓ કેવા રાજી થાત ! અને આપણને પણ કેવો હર્ષ થાત ! પણ આપણે એવું સદ્ભાગ્ય નહીં હોય ! આમ છતાં આપણે એટલું આશ્વાસન જરૂર લઈ શકીએ કે, અનેક સુકૃતોથી અને ધર્મની આરાધનાથી પિતાના જીવનને કૃતાર્થ બનાવી જનાર એ મુનિવર “જ્ઞાનાંજલિ” ગ્રંથરૂપે આપણી સાથે જ છે ! * જ્ઞાનાંજલિ” ગ્રંથ એ એમની પ્રેરણા અને પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ પ્રત્યેની ઊંડી ભક્તિનું
જ ફળ છે. એ સ્વર્ગવાસી મુનિવરને અમારી ભાવભરી અનેકાનેક વંદના હો ! - સરસ્વતીની સાથે લક્ષ્મીને સુમેળ થાય તો જ જ્ઞાનભક્તિની ભાવના મૂર્તરૂપ ધારણ કરી શકે. આ ગ્રંથના પ્રકાશનના ખર્ચને પહોંચી વળવા માટે નીચે મુજબ રૂા. ૯,૧૧૩)ની સહાય મળી છે –
રૂા. ૪૧૦૧) શ્રી સાગર ગચ્છ જૈન ઉપાશ્રય, પટેલિયા પિળ, વડોદરા તરફથી, હસ્તે ઉપાશ્રયના મંત્રી શ્રી જયંતીલાલ ચુનીલાલ શાહ.
રૂા. ૫૦૧૨) પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજને મુંબઈ ચોમાસા માટે વિનતિ કરવા વડોદરા પધારેલા સદ્ગહરો તરફથી, પૂ. પં. શ્રી રમણીકવિજ્યજી મહારાજની પ્રેરણાથી, નીચેની વિગતે – ૫૦૧) શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈ
૫૦૧) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૫૦૧) શ્રી પિપટલાલ ભીખાભાઈ ઝવેરી ૫૦૧) શ્રી સારાભાઈ લક્ષ્મીચંદ ઝવેરી ૫૦૧) શ્રી રતનચંદજી રીખવચંદજી
૨૫૧) શ્રી ખાંતિલાલ લાલચંદ ૫૦૧) શ્રી ચંદુલાલજી ખુશાલચંદજી
૨૫) શ્રી રસિકલાલ ભોગીલાલ ઝવેરી ૫૦૧) શ્રી જયંતીલાલ મણિલાલ શાહ
૨૫૧) શ્રી જેશિંગભાઈ લલ્લુભાઈ ઝવેરી ૫૧) શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડા
૨૫૧) શ્રી લક્ષ્મીચંદ દુલભજી આ રીતે ગુરુની અને જ્ઞાનની ભક્તિમાં પોતાને સક્રિય ફાળો આપનાર આ સર્વ મહાનુભાવોને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
દીક્ષા પર્યાય ષષ્ટિપૂર્તિની આ પ્રકારની ઉજવણી કરવાની યોજનાને સફળ બનાવવામાં તેમ જ પૂજ્ય આગમપ્રભાકરનું ચોમાસું વડોદરામાં થાય એ માટે અમારા શ્રીસંઘને પ્રયત્નશીલ કરવામાં મૃત્યુ મનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજે જે પ્રેરણા આપી છે અને જે અવિરત મહેનત ઉઠાવી છે. તેને લીધે જ આ બધું શક્ય બન્યું છે. આ માટે અમે તેઓનો જેટલો આભાર માનીએ તેટલે એ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org