Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 8
________________ ગુરુભક્તિનો વિરલ અવસર (પ્રકાશકીય નિવેદન) પરમ પૂજ્ય આગમપ્રભાકર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું વિ. સં. ૨૦૨૪નું ચોમાસું, વડોદરા શ્રીસંઘની વિનતિથી, વડોદરામાં થયું; જોગાનુજોગ એમના દીક્ષિત જીવનનું એ સાઠમું ચોમાસું હતું. તેથી મહારાજશ્રીના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂતિને સમારંભ ઊજવવાનું બહુમાન અને ગૌરવ અનાયાસે વડોદરાના શ્રી સંઘને મળ્યું, એને અમે અમારા શ્રીસંઘનું સદ્ભાગ્ય માનીએ છીએ. પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના આ ચતુર્માસના અને દીક્ષા પર્યાય-ષષ્ટિપૂર્તિના ધર્મોત્સવના કાયમી સંભારણારૂપે “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે, એનો અમને ખૂબ આહલાદ છે. આ ગ્રંથ પૂજ્ય મહારાજશ્રીની આજીવન, અખંડ અને નિષ્ઠાભરી જ્ઞાનોપાસનાનું અને શ્રીસંઘની અને દેશ -વિદેશના વિદ્વાનોની તેઓશ્રી પ્રત્યેની બહુમાનભરી ભક્તિનું સુભગ દર્શન કરવામાં ઉપયોગી થઈ શકશે, એમાં શંકા નથી. જ્ઞાનીનું બહુમાન આવા એક ઉપયોગી ગ્રંથના પ્રકાશનથી અમે કરી શકીએ છીએ એનો અમને ખૂબ સંતોષ છે. આ ધર્મોત્સવના એક બીજા કાયમી સંભારણાને પણ અહીં ટૂંકમાં નિર્દેશ કરવો અવસર પ્રાપ્ત છે. સુપ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની રાહબરી નીચે, મૂળબધાં આગમસૂત્રોની સુશોધિત-સુસંપાદિત આવૃત્તિ પ્રગટ કરવાની મોટી યોજના હાથ ધરી છે. આ યોજના પ્રમાણે પન્નવણાસૂત્ર બે ભાગમાં પ્રકાશિત થવાનું છે અને એનો પહેલો ભાગ તૈયાર થઈ ગયો છે. એ ગ્રંથનું પ્રકાશન પણ દીક્ષા પર્યાય-ષષ્ટિપૂર્તિના ધર્મોત્સવ પ્રસંગે થશે; અને આ ગ્રંથ નિમિત્ત, આગમ પ્રકાશનની યોજનામાં પોતાના નમ્ર ફાળારૂપે, વડોદરાના શ્રીસંધ તરફથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તેત્રીસ હજાર રૂપિયા અર્પણ કરવામાં આવશે. જ્ઞાની ગુરુદેવની ભક્તિનો આવો અદનો અવસર અમને મળે, એ અમારા માટે–વડોદરાના શ્રી સંઘને માટે–એક અવિસ્મરણીય ધન્ય અવસર છે. - પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂતિને આ પ્રસંગ, વડોદરાનો શ્રીસંઘ, એક આજીવન જ્ઞાનોપાસક ગુરુવર્યનું યથાર્થ બહુમાન કરી શકાય એ રીતે, યત્કિંચિત્ જ્ઞાનભક્તિરૂપે ઊજવી શક્યો તે બે કારણે હોય એમ લાગે છે. એક તો પૂજ્ય મહારાજશ્રી વડોદરામાં હોય કે બહાર, એમનો વડોદરાના શ્રી સંધ સાથે ધર્મસંબંધ ચાલુ જ હોય છે; વડોદરાનો શ્રીસંધ પણ તેઓ પ્રત્યે ખૂબ આદર અને ભક્તિ ધરાવે છે, અને વિ. સં. ૨૦૦૩ અને ૨૦૦૪નાં બે ચોમાસાં વડોદરામાં કર્યા બાદ પૂરાં વીસ વર્ષે મહારાજશ્રીએ ગયું (વિ. સં. ૨૦૨૪નું) ચોમાસું વડોદરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 610